<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

મકર સંક્રાંતિએ માવઠાંના એંધાણ :પતંગો પલળી જશે! :અંબાલાલ પટેલની ઉત્તરાયણ બગડશે તેવી આગાહી

આગામી 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શકયતા

અમદાવાદ :જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. ત્યારે આ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી હતી

 આગાહીને લઇ અંબાલાલે જણાવ્યું હતું કે ઉતરીય પર્વતીય પ્રદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે

તેમના જણાવ્યા મુજબ 4 થી 8 જાન્યુઆરીથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. ત્યારે આગામી દિવસોમાં પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી પડશે તેવી આગાહી કરી હતી. આ ઉપરાંત કચ્છ અને નલિયામાં ઠંડીનો પારો વધુ ઘટવાની શક્યતા છે. રાજકોટ અને જૂનાગઢના ભાગોમાં તાપમાન 12 ડિગ્રીથી ઓછું જવાની શક્યતા છે

ઉત્તરાયણના તહેવારને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે 12 થી 18 જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે. જેમાં તહેવારના બે દિવસોમાં માવઠાની આગાહી તેઓએ કરી હતી. તેઓના કહ્યા મુજબ પૌષ મહિનાની આસપાસ ઉત્તરાયણ આવે છે. એટલે મકરસંક્રાંતિ સવાઈ આવે તો સારું કહેવાય. વદના બીજા દિવસે આવતી હોવાથી સારું રહે. મકરસંક્રાંતિ દિવસે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહેવાની શક્યતા છે.

(1:27 PM IST)