News of Thursday, 9th January 2025
ગુજરાતનાં દરેક ગામડાનાં ઘર-ઘર સુધી ઇન્ટરનેટની કનેકટીવીટી પહોંચાડાશે
ઇ-એગ્રીકલ્કચર, ઇ-હેલ્થ, ટેલી - મેડિસીન સહિતની સેવાઓ ઘરે બેઠા મળશે

ગાંધીનગર, તા.૯: ગુજરાત સરકારે રાજ્યના દરેક ગામડાઓમાં ઘેરેઘેર ઇન્ટરનેટ કનેક્ટરીની ઉત્તમ સેવાઓ પૂરી પાડવા માટેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. તે હેઠળ ગામના ઘરોને પણ ઇન્ટરનેટથી જોડવામાં આવશે. તેને માટે શરૂઆતમાં ૨૫,૦૦૦ ટૂ ધ હોમ કનેક્શન આપવામાં આવશે. તે મુજબ ગ્રામીણ ક્ષેત્રના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરો પર ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન, મનોરંજન યુટીલીટી, બીલોનુ ચુકવણું, ડિજિટલ સર્વિસ સ્ટ્રેક , ગવર્મેન્ટ ટુ સીટીઝન્સ જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે ઉપરાંત ઓનલાઈન એજ્યુકેશન, ખેતી અને ખેતીવાડી માટે ઇન્ટરનેટ ઓફ થિંગ્સ સોલ્યુશન, ઈ-એગ્રીકલ્ચર, પશુપાલન સંબંધી સૂચના તેમજ પ્રસારણ તથા સ્વાસ્થ્યને માટે ઈ-હેલ્થ તથા ટેલી- મેડિસીન જેવી સેવાઓ પણ ઘર બેઠા ઉપલબ્ધ થશે. ગ્રામીણ સરકારી કાર્યાલયોને ભારતનેટ નેટવર્ક દ્વારા ગાંધીનગર સાથે જોડવામાં આવશે. જે ઈ-ગવર્નસને વધુ મજબૂત બનાવશે. તે ઉપરાંત જીએફ જીએનએલ શહેરી વિસ્તારોમાંથી પણ સરકારી કાર્યાલયમાં ઝડપથી કનેક્ટિવિટી પ્રદાન કરાશે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
