તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
કોની પતંગ ચગશે? કોની કપાશે? અમિતભાઈના આગમનથી રેકોર્ડ બ્રેક ઠડીમાં ગરમા ગરમ ચર્ચા
કેન્દ્રીય મંત્રી સંક્રાતમાં ત્રણ દિવસ ગુજરાતમાં...આઇપીએસ અધિકારીઓમાં રેકોર્ડ બ્રેક ઠંડીમાં ગરમા ગરમ ચર્ચાઓ Ib, cid, ACB વડા સાથે મુખ્ય પોલીસ વડા અંગે અમિતભાઈ નિર્ણય લેશે? આઇપીએસ વર્તુળોમાં હોટ ટોપીક

રાજકોટ તા. ૯ :.. પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે જિલ્લા પ્રમુખનાં નામો અંગે ભારે રસાકસી અને સસ્પેન્સ વચ્ચે ભાગ્ય વિધાતા જેવી જેમને ઉપમા મળી છે તેવા કેન્દ્રીય ગ્રહ મંત્રી ૧૪ મી જાન્યુઆરી ત્રણ દિવસ માટે ગુજરાતમાં વિવિધ કાર્યકરો સાથે પતંગ ચગાવવા સહિતના ૧ ડઝન કાર્યક્રમો માટે ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર આવી રહ્યા છે, ત્યારે આઇપીએસ વર્તુળોમાં પણ કોનો પતંગ ચગશે? અને કોનો પતંગ કપાશે? તે બાબતે નિર્ણય લેવાઇ તેવી સંભાવના નિહાળી રહાય છે.
અત્રે એ યાદ રહે કે ગુજરાતમાં ખૂબ મહત્વની ગણાય તેવી આઇબી વડા, સીઆઈડી વડા અને acb વડાની જગ્યા ખાલી છે. એક સમયે good books મા રહેલા અને માનવીય અભિગમ ધરાવતા સિનિયર આઇપીએસ પિયુષ પટેલ કે જેઓને ગાંધીનગર બીએસએફ બદલે ત્રિપુરા મુકાયેલ, તેમને ફરી ત્રીપુરા રાજ્યથી પેરેન્ટ કેડરમાં અર્થાત ગુજરાત પોલીસમાં પરત લાવવામાં આવ્યા, આઇબી રાજકીય રીતે ખૂબ મહત્ત્વની હોવાથી પિયુષ પટેલને આ સ્થાન માટે લેવાયા છે તેવી સહુને જાણ હતી પરંતુ ગમે તે બન્યું એક માસ થવા છતાં તેઓ પોસ્ટિંગ વગરના છે. P. ACB વડાની જવાબદારી ખૂબ સારી રીતે વહન થાય તે માટે રાજ્ય સરકારે ડીજી લેવલનાં શમશેરસિંઘને લો એન્ડ ઓર્ડરમાંથી મુકત કર્યા, હવે તેમના ડેપ્યુટેશન અંગેની અનિヘપિાણીનું પાણી કરશે તેવી અપેક્ષા તમામ સરકારી તંત્ર માટે છે.
રાજયમાં સીઆઈડી વડા એ પણ બધી રીતે ખૂબ મહત્ત્વની જગ્યા છે, આ સ્થાન ખાલી છે, મોટાં માથાઓનાં આર્થિક કોભાંડ સહિતની ઇન્કવાયરી ચાલે છે તેવા સંજોગોમાં રાજ્ય સરકારના વિશ્વાસુ આઇપીએસ અંગે અમીતભાઈ માર્ગદર્શન આપશે અને એ સાથે વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવતા અને અનેક ચાર્જ ધરાવતા અધિકારીઓમાં પણ ફેરફાર લાવવા મંજૂરી માંગવામાં આવનાર હોવાની ચર્ચા છે.
પાંચ માસ પછી રાજ્યના મુખ્ય પોલીસ વડાની જગ્યા ખાલી થવાની છે, ત્યારે એક દોઢ વર્ષ પહેલાં જે નિર્ણય થયેલ તે મુજબ જ નિર્ણય કરી આગળની પ્રક્રિયા કરવાની છે કે કેમ? હાલના મુખ્ય પોલીસ વડાને નિવળત્તિ બાદ એક્ષ્ટેંશન આપવાનું છે કે કેમ? અમદાવાદ સહિત રાજ્યની વિવિધ રેન્જમાં કોને મૂકવા? તેની ચર્ચા ત્રણ દિવસમાં થોડો સમય અનીતભાઈ મુખ્યમંત્રી કે હર્ષ સંઘવીને ફળવી માર્ગદર્શન આપશે તેવી ચર્ચાથી વાતાવરણ રેકોર્ડબ્રેક ઠડી વચ્ચે ગરમાયું છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
