તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
IITE (લાઇફ સાયન્સ) અને UGC માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટર દ્વારા, ‘એ ડવાન્સ્ડ ટૂલ્સ એન્ડ રિસોર્સિસ ફોર ટીચિંગ બાયોલોજિકલ સાયન્સ' પર ઓનલાઈન વર્કશોપનું આયોજન
વર્કશોપની કોઈ જ રજીસ્ટ્રેશન ફીસ રાખવામાં આવેલ નથી ખાસ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસરો અને રિસર્ચ સ્કોલર માટે આ બહુ ઉપયોગી તક : તા.૨૦ થી ૨૫ જાન્યુઆરી દરમિયાન યોજાશે

ગાંધીનગર, તા.૯: ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE), ગાંધીનગરના લાઇફ સાયન્સ વિભાગ અને UGC માલવિયા મિશન ટીચર ટ્રેનિંગ સેન્ટરના સહયોગથી બાયોલોજિકલ સાયન્સ માટે, ‘એડવાન્સ્ડ ટૂલ્સ એન્ડ રિસોર્સિસ ફોર ટીચિંગ બાયોલોજિકલ સાયન્સ' નામના છ દિવસીય ઓનલાઈન વર્કશોપનું આયોજન કરી રહ્યું છે. આ વર્કશોપની કોઈ જ રજીસ્ટ્રેશન ફીસ રાખવામાં આવેલ નથી. ખાસ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસરો અને રિસર્ચ સ્કોલર માટે આ બહુ ઉપયોગી તક છે અને તા. ૨૦ જાન્યુઆરી થી ૨૫ જાન્યુઆરી દરમિયાન યોજાશે.
IITE વાઇસ-ચાન્સેલર પ્રો. આર.સી. પટેલના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ, આ વર્કશોપનું આયોજન પ્રો. દિવ્યા શર્મા (ડિરેક્ટર), ડો. મેહુલ દવે (કોઓર્ડિનેટર) અને ડો. રોશની અડીયેચા (કો-કોઓર્ડિનેટર) દ્વારા કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો હેતુ બાયોસાયન્સ શિક્ષકોને ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજી, સાધનો, અને સંસાધનોનો પરિચય કરાવીને શિક્ષણ કૌશલ્ય વધારવાનો છે.
દેશભરના સહભાગીઓને વિવિધ શાખાઓ જેમકે : બાયોટેકનોલોજી, માઈક્રોબાયોલોજી, બાયોઇન્ફોર્મેટિક્સ, વનસ્પતિશાષા, પ્રાણીશાષા, વાઈલ્ડલાઈફ બાયોલોજી, ફોરેન્સિક બાયોલોજી, ટેક્સોનોમી અને સિસ્ટમેટિક્સ, બાયોસ્ટેટિસ્ટિક્સ, ફાર્માકોલોજી અને ફાયટોકેમિસ્ટ્રી.
વિગેરે વિષયોમાં નિષ્ણાત વરિષ્ઠ પ્રાધ્યાપકો, નિર્દેશકો અને વ્યાવસાયિકોની કુશળતાનો લાભ મળશે. ભારતની અને વિદેશની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સીટી જેમકે, કેસેટસાર્ત યુનિવર્સીટી, IIT ખડગપુર, IIT બોમ્બે, ડી. વાય. પાટીલ યુનિ., નેશનલ ફોરેન્સિક સાયંસ યુની., NGCPR મહારાષ્ટ્ર, ગુજરાત બાયોટેક યુનિ., NEHU શીલોંગ, NBU દાર્જીલિંગ, ગુજરાત યુનિ., સાઉથ ગુજરાત યુનિ., સૌરાષ્ટ્ર યુનિ, નરસિંહ મહેતા યુનિ, CUG, આત્મીય યુનિ, નેશનલ મ્યુસિયમ ઓફ નેચરલ હિસ્ટ્રી, સેન્ટર ફોર વાઈલ્ડલાઈફ એન્ડ કન્ઝર્વેશન સ્ટડીઝ, સેન્ટર ઓફ રીસર્ચ, RRGC અલ્વર રાજસ્થાન વિગેરેના નિષ્ણાતો આ વર્કશોપમાં પોતાના અનુભવનું ભાથું પ્રતિભાગીઓ સાથે વહેચીને આ વર્કશોપને રસપ્રદ બનાવશે.
આ વર્કશોપના ઉદઘાટનમાં IIT ખડગપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિક પ્રો. પલ્લબ બેનર્જી ઉપસ્થિત રહેશે જેઓ મુખ્ય મહેમાન તરીકે સેવા આપશે. ઉદઘાટન સત્રની અધ્યક્ષતા કુલપતિ પ્રો. આર. સી. પટેલ કરશે.
આ વર્કશોપ બાયોસાયન્સ શિક્ષકો અને સંશોધકોને તેમના જ્ઞાન આધાર અને શિક્ષણ પદ્ધતિઓને સમળદ્ધ બનાવવાની એક અનોખી તક આપે છે. આ કાર્યક્રમ સંપૂર્ણપણે નિશુલ્ક છે અને ઓનલાઈન મોડમાં હાથ ધરવામાં આવશે, જે તેને દેશભરના સહભાગીઓ માટે સુલભ બનાવે છે.
રસ ધરાવતા વ્યક્તિઓને નોંધણી કરાવવા અને આ અસાધારણ તકનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે જેથી તેઓ પ્રતિષ્ઠિત નિષ્ણાતો સાથે વાર્તાલાપ કરી શકે અને તેમની શૈક્ષણિક અને શિક્ષણ ક્ષમતાઓને વધારી શકે.
રજીસ્ટ્રેશન અને વધુ વિગતો માટે, કળપા કરીને ત્ર્દ્દદ્દષ્ટતઃ//ળળણૂ.યણિંૂર્.ીણૂ.શઁ/શ્વફૂશિંતદ્દર્શ્વીદ્દશંઁ/ત્ઁફુફૂહૃ લિંક અથવા સંપર્ક ડો. મેહુલ દવે (૯૮૨૪૨૩૫૦૩૩) નો સંપર્ક કરવા જણાવાયુ છે. ત્ત્વ્ચ્ની વેબસાઇટ રૂરૂરૂ.શશદ્દફૂર્.ીણૂ.શઁ પરથી પણ રજીસ્ટ્રેશન કરી શકાશે
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
