News of Thursday, 9th January 2025
13 જાન્યુઆરીથી શરૂ થતા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ના મહાકુંભ મેળામાં અમદાવાદથી જવા માટે ટ્રેનની સુવિધા ઉપલબ્ધ
અમદાવાદ-ભુજ એક્સપ્રેસ,અમદાવાદ-પટણા એક્સપ્રેસ ,સાબરમતી એક્સપ્રેસ ટ્રેનની સુવિધા : યાત્રિકો રિઝર્વેશન કરાવી શકશે

અમદાવાદ તા.૯ : આગામી 13 જાન્યુઆરીથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની શરૂઆત થઈ રહી છે. મહા કુંભ મેળાનું આયોજન દર 12 વર્ષે થાય છે. ત્યારે કરોડો ભક્તો આ મેળાની આતુરતાથી રાહ જોતા હોય છે. માનવામાં આવે છે કે કુંભમાં સ્નાન કરવાથી બધા પાપોનો નાશ થાય છે.
જો તમે અમદાવાદથી કુંભ મેળાની યાત્રા માટે જવાનો વિચાર કરી રહ્યા છો, તો અમે તમને એ ટ્રેનો વિશે જણાવવા જઈ રહ્યા છે, જે અમદાવાદથી પ્રયાગરાજ માટે ઉપડે છે. જાણો આ ટ્રેનોનું સંપૂર્ણ સમયપત્રક સહિત તમામ મહત્ત્વપૂર્ણ વિગતો.
અમદાવાદથી પ્રયાગરાજ સુધી દોડતી મુખ્ય ટ્રેનોની યાદી:
અમદાવાદ-ભુજ એક્સપ્રેસ (19483)
આ ટ્રેન અમદાવાદ જંકશનથી રાત્રે 12:35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7:18 વાગ્યે પ્રયાગરાજ જંકશન પહોંચશે. આ દરમિયાન મુસાફરીનો સમય આશરે 30 કલાક 43 મિનિટનો રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસનું ભાડું ₹660, AC 3-ટાયરનું ભાડું ₹1,760 અને AC 2-ટાયરનું ભાડું ₹2,550 છે.
અમદાવાદ-પટણા એક્સપ્રેસ (19421)
આ ટ્રેન અમદાવાદ જંકશનથી રાત્રે 9:50 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8:20 વાગ્યે પ્રયાગરાજ છિઓકી જંકશન પહોંચશે. આ દરમિયાન મુસાફરીનો સમય આશરે 22 કલાક 30 મિનિટનો રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસનું ભાડું ₹565, AC 3-ટાયરનું ભાડું ₹1,510 અને AC 2-ટાયરનું ભાડું ₹2,180 છે.
સાબરમતી એક્સપ્રેસ (19167)
આ અમદાવાદ અને વારાણસી વચ્ચે ચાર દિવસની સાપ્તાહિક ટ્રેન છે. આ ટ્રેન અમદાવાદ જંકશનથી રાત્રે 11:10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 10:15 વાગ્યે વારાણસી જંકશન પહોંચશે. આ દરમિયાન મુસાફરીનો સમય આશરે 35 કલાક 5 મિનિટનો રહેશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસનું ભાડું ₹650, AC 3-ટાયરનું ભાડું ₹1,655 અને AC 2-ટાયરનું ભાડું ₹3,020 છે.
પ્રયાગરાજ પહોંચ્યા પછી રેલ્વે સ્ટેશનથી મેળા સ્થળ સુધી ટ્રોન્સપોર્ટેશન ઓપ્શન
• ઓટો-રિક્ષા: ₹200-₹300
• બસ સેવા: ₹50 પ્રતિ વ્યક્તિ
• કેબ સેવા: ₹400-₹600
મુસાફરી માટેની ટિપ્સ
ટિકિટ બુકિંગ: IRCTC વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી સમયસર ટિકિટ બુક કરો.
સ્પેશ્યિલ ટ્રેનો: કુંભ મેળા દરમિયાન, રેલ્વે દ્વારા ખાસ ટ્રેનો ચલાવવામાં આવે છે. રેલ્વે વેબસાઇટ પરથી તેમના વિશે માહિતી મેળવો.
(4:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
