તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th January 2025
હવે જમીન- મહેસૂલ સહિતનો સરકારી રેકર્ડ આઉટસોર્સને હવાલે નહી થાય
મહેસૂલ વિભાગે કરેલા ઠરાવનો અમલ મોકૂફ રાખવા નવો ઠરાવ કર્યો : અગાઉ આઉટસોર્સથી સેવા લેવા કલેકટરોને મંજૂરી અપાઈ હતી

ગાંધીનગર :હવે જમીન- મહેસૂલ સહિતનો સરકારી રેકર્ડ આઉટસોર્સને હવાલે નહી થાય, મહેસુલ વિભાગે અગાઉ કરેલ ઠરાવનો અમલ મોકૂફ રાખવા નિર્ણ્ય કરી નવી ઠરાવ કર્યો છે
નાણા વિભાગનાપરિપત્રથી મળેલ સત્તા અન્વયે ઠરાવથી રાજ્યની કલેક્ટર કચેરીઓમાં મંજૂર થયેલ કારકુન સંવર્ગની જગ્યાઓ પૈકી ખાલી જગ્યાઓ સામે આઉટસોર્સથી માનવબળની સેવાઓ લેવા સર્વે કલેક્ટરઓને મંજૂરી આપવામાં આવી હતી. વહીવટી કારણોસર આ ઠરાવની અમલવારી હાલ પૂરતી મોકૂફ રાખવાની બાબત વિચારણા હેઠળ હતી.
કાળજીપૂર્વકની વિચારણાના અંતે ઠરાવની અમલવારી અન્ય સૂચનાઓ ન મળે ત્યાં સુધી હાલ પૂરતી મોકૂફ રાખવાનું ઠરાવવામાં આવે છે.
આ ઠરાવ અધિક મુખ્ય સચિવ (મહેસૂલ)ની નોંધ પર મળેલ મંજૂરી અન્વયે બહાર પાડવામાં આવે છે.
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
