તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
૧ર થી ૧૮ જાન્યુ.નાં માવઠુ વરસશેઃ ૧૦ થી ર૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશેઃ અંબાલાલ પટેલની આગાહી
પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ઠંડો પવન ફુંકાશે કરા પણ પડશે

રાજકોટ તા. ૧૦ :.. હવામાન વિભાગની ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે તાપમાનમાં વધારો થશે.હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈ આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી સમયમાં ફરીથી તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે તાપમાન વધશે.ઉત્તરાયણના દિવસે ઠંડીનો થશે અનુભવ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી આસપાસ રહેશે. રાજ્યમાં પવનની હતિ ૫ થી ૧૦ કિમી આસપાસની રહેશે. તેમજ ઉત્તરાયણનાં દિવસે ઠંડીનો અનુભવ થશે. તેમજ ૧૪ જાન્યુઆરીનાં પ્રતિ કલાકે ૧૦ થી ૨૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું આગાહી કરી જાન્યુઆરી મહિનામાં ઠંડીનું ઙ્કમાણ વધ્યું છે.
ત્યારે આ દરમિયાન હવામાનમાં મોટો પલટો આવશે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી હતી. આગાહી દિવસોની આગાહીને લઇ અંબાલાલે જણાવ્યું હતું કે ઉતરીય પર્વતીય ઙ્કદેશમાં ઠંડા પવન ફૂંકાતા ઠંડી વધશે. જેમાં પંજાબ, હરિયાણા રાજસ્થાનમાં ઠંડી હવા ફૂંકાશે જેના કારણે પવનના તોફાનો, કરા પડવા સહિતનો અનુભવ થઇ શકે છે.
ઉત્તરાયણના તહેવારને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ૧૨ થી ૧૮ જાન્યુઆરી રાજ્યના કેટલાક ભાગોમાં કમાસમી વરસાદ પડી શકે છે. જેમાં તહેવારના બે દિવસોમાં માવઠાની આગાહી તેઓએ કરી હતી. તેઓના કહ્યા મુજબ પૌષ મહિનાની આસપાસ ઉત્તરાયણ આવે છે. એટલે મકરસંક્રાંતિ સવાઈ આવે તો સારું કહેવાય. વદના બીજા દિવસે આવતી હોવાથી સારું રહે. મકરસંક્રાંતિ દિવસે સવારે અમુક વિસ્તારમાં પવનની ગતિ મધ્યમ અથવા મધ્યમથી થોડી વધુ રહેવાની શકયતા છે.
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
