News of Friday, 10th January 2025
ક્યાં જઈને અટકશે નકલીનો સિલસિલો :અમદાવાદના ફ્લાવર શોની નકલી ટિકિટો મળી આવતા ખળભળાટ
કોર્પોરેશને જે ટિકિટો વેચાણમા નથી લીધી તેવી ટિકિટો મળી આવી:ફ્લાવર શો માટેની એન્ટ્રી ફી માટેની 70 રૂપિયાના દરની 27 ટિકિટો અને 100ના દરની 25 ટિકિટ મળી આવી

અમદાવાદના સૌથી પ્રખ્યાત ફ્લાવર શોની નકલી ટિકિટો મળી આવતા ખળભળાટ મચ્યો છે. હાલમાં દરરોજ લાખો લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ રહ્યા છે. ત્યારે કોર્પોરેશને જે ટિકિટો વેચાણમા નથી લીધી તેવી ટિકિટો મળી આવી છે. ફ્લાવર શો માટેની એન્ટ્રી ફી માટેની 70 રૂપિયાના દરની 27 ટિકિટો અને 100ના દરની 25 ટિકિટ મળી આવી છે.
ફ્લાવર શોમાં એન્ટ્રી માટે ઓનલાઇન ટિકિટોનું વેચાણ બંધ થયા પછી વેચવાની પ્રિન્ટ કરેલી નકલી ટિકિટો મળતા ફરિયાદ નોંધાઈ છે. ફ્લાવર શો જોવા આવેલા લોકો પાસેથી 52 જેટલી ટિકિટો મળી આવી છે. મહત્ત્વનું છે કે, પ્રિન્ટ કરેલી એક પણ ટિકિટ કોર્પોરેશનને વેચી ન હોવા છતાં લોકો ટિકિટ સાથે ફ્લાવર શો જોવા આવ્યા. સમગ્ર મામલે રીવરફ્રન્ટ વેસ્ટ પોલીસ મથકે ગુનો નોંધાયો છે
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
