<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ગાંધીનગરમાં આજથી ૩ દિવસીય ટ્રાઇ સીટી પ્રોપર્ટી ફેસ્‍ટનો પ્રારંભ

ક્રેડાઇ ગાંધીનગર દ્વારા ૬પ ટોચના ડેવલપર્સ ૧ર૦ પ્રોજેકટસ દર્શાવશેઃ ઓન ધ સ્‍પોટ હોમ લોન મંજુરીઃ ૧ લાખ ડીસ્‍કાઉન્‍ટ

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ કોન્‍ફેડરેશન ઓફ રિયલ એસ્‍ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્‍ડિયા (ક્રેડાઇ) ગાંધીનગર દ્વારા ૧૦, ૧૧, ૧૨ જાન્‍યુઆરીના રોજ ટ્રાઈ-સિટી પ્રોપર્ટી ફેસ્‍ટનું આયોજન કરવામાં આવેલ છે, જે બુમિંગ ટ્રાઇ સિટી ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્‌ટ સિટીના રિયલ એસ્‍ટેટના શ્રેષ્ઠ એકમોનું પ્રદર્શન કરશે.આ ઇવેન્‍ટમાં ૬૫ ટોચના ડેવલપર્સ દ્વારા ૧૨૦ૅ થી વધુ પ્રોજેક્‍ટ એક છત નીચે દર્શાવવામાં આવશે, જે સંભવિત ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે અનન્‍ય પસંદગીના વિકલ્‍પો પ્રદાન કરશે. આ ફેસ્‍ટમાં ઓન-ધ-સ્‍પોટ હોમ લોન મંજૂરી, રૂ.૧ લાખ સુધીના ડિસ્‍કાઉન્‍ટ સાથે ઇન્‍સ્‍ટન્‍ટ ઓફર્સ, દર એક કલાકે લકી ડ્રો સહિતના આકર્ષણો પ્રદાન કરશે. આ ઉપરાંત મુલાકાતીઓ મેગા લકી ડ્રોમાં ભાગ લઇ શકે છે, અને ન વેચાયેલી ઇન્‍વેન્‍ટરીના સ્‍ટોલ સુધી પહોંચી શકશે, જે ખરીદદારો માટે એક સુવર્ણ તક બનશે.પ્રવીણ પટેલ, ક્રેડાઇ ગાંધીનગરના ચેરમેને જણાવ્‍યું હતું કે, ગાંધીનગર, અમદાવાદ અને ગિફ્‌ટ સિટીને સમાવેશ કરતો ટ્રાઇ-સિટી વિસ્‍તાર અમર્યાદિત વ્‍યાપારી તકો અને સ્‍થળાંતર કરનારાઓના ધસારાને કારણે દેશમાં સૌથી ઝડપથી વિકસતા પ્રદેશોમાંનો એક છે. ટ્રાઇ-સિટી પ્રોપર્ટી ફેસ્‍ટ એ પ્રદેશની શ્રેષ્ઠ અને સૌથી આશાસ્‍પદ રિયલ એસ્‍ટેટ ઓફરનું પ્રદર્શન કરવા અને સાક્ષી બનવા માટેનું યોગ્‍ય સ્‍થળ છે. ડેવલપર્સ મોટી સંખ્‍યામાં ખરીદદારો સાથે જોડાઈ શકે છે, અને ખરીદદારો તેમના બજેટ અને જરૂરિયાતને અનુરૂપ વિવિધ રિયલ એસ્‍ટેટ પ્રોજેક્‍ટ્‍સ જોઇ શકશે.

(2:48 PM IST)