તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ધી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરીયર ડિઝાઇનર્સ અમદાવાદ દ્વારા પ્રિમીયમ ડિઝાઇન ફેસ્ટીવલનો પ્રારંભ
૪ દિવસનું વિજ્ઞાન ભવન સાયન્સ સીટી ખાતે ગઇકાલથી પ્રારંભ થયો

(કેતન ખત્રી દ્વારા) અમદાવાદઃ ધી ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (આઇઆઇઆઇડી) અમદાવાદ રિજનલ ચેપ્ટર આઇઆઇઆઇડી ડી.પલ્સને હોસ્ટ કરવા માટૈ તૈયાર છે, ૯ થી ૧૨ જાન્યુઆરી દરમિયાન વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે સાંજે ૫ વાગ્યાથી આ પ્રીમિયર ડિઝાઇન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે.આ ઇવેન્ટ, ડિઝાઇનના ભાવિષ્યના વ્યાપક સંશોધન માટે સમગ્ર પ્રદેશમાંથી ડિઝાઇન વ્યાવસાયિકો, વિદ્યાર્થીઓ અને ઉત્સાહીઓને એકસાથે લાવશે. આ ફેસ્ટિવલમાં ટ્રેડ એક્સ્પો, નોલેજ સેમિનાર, વર્કશોપ અને ઇન્સ્ટોલેશનની સિરિઝ પણ છે, જે સહકાર અને શીખવા માટે એક અજોડ પ્લેટફોર્મ પ્રદાન કરશે.આઇઆઇઆઇડી ડી.પલ્સની ઉદ્ધાટન આવળત્તિની થીમ ‘‘ધ ફયુચર ઓફ ડિઝાઈન ઇન ધ કસ્પ ઓફ અ રિવોલ્યુશન'' છે, જે આજે ક્ષેત્રને આકાર આપી રહેલા સૌથી વધુ મહત્વના મુદ્દાઓ અને નવીનતાઓને સંબોધિત કરે છે. ચાર-દિવસીય ઇવેન્ટમાં ડિઝાઇનર્સ પેવેલિયન, ક્રાફ્ટ્સ પેવેલિયન, અવકાશી અને કલા સ્થાપનો અને ડિપલ્સ ઓનર્સ એવોર્ડ શો જેવા વિવિધ ઘટકોનો સમાવેશ કરાયો છે, જે સમગ્ર પ્રદેશમાં ડિઝાઇનમાં અસાધારણ કાર્યની ઉજવણી કરે છે.આઇઆઇઆઇડી અમદાવાદના ચેરપર્સન દેવદત્ત પંડ્યાએ જણાવ્યું હતું કે,આઇઆઇઆઇડી ડી.પલ્સ અમદાવાદમાં ડિઝાઇન સમુદાય માટે એક આકર્ષક પગલું છે. આ ઇવેન્ટ ડિઝાઇનરો માટે તેમના કાર્યને પ્રદર્શિત કરવાની માત્ર એક તક નથી, પરંતુ આગામી વર્ષોમાં ડિઝાઇનની દિશા પ્રતિબિંબિત કરવાની એક નિર્ણાયક ક્ષણ પણ છે. અમે સર્જનાત્મકતા અને સહકારને પ્રેરિત કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે રોમાંચિત છીએ.
(2:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
