તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
નર્મદાના ફલક ઉપર ‘પોષણ'ની ‘પતંગ'ઉડશેઃ ભાનુબેન
રાજયકક્ષાના પોષણ ઉડાન-ર૦રપ કાર્યક્રમનો એકતાનગરના પટાંગણથી પ્રારંભ પોષણ ઉડાનની પતંગ દેશના દરેક રાજય અને જિલ્લા સુધી પહોંચશે એકતાનગર ખાતેથી કુલ ૧ર૪૭ લાખના ખર્ચે પ૮ આંગણવાડી કેન્દ્રોનું ઇ-ખાતમુહૂર્ત થયો : પતંગોત્સવ થકી પોષણ વિશે જાગૃતિ લાવવાનો ‘પોષણ ઉડાન' પહેલનો શુભાશય

અમદાવાદ, તા. ૧૦ : પોષણ માનવીની શારીરિક ખામીઓને દૂર કરીને દરેક બાળક અને મહિલાને શ્રેષ્ઠ પોષણ સેવા ઉપલબ્ધ કરાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાના ‘પોષણ ઉડાન-૨૦૨૫' કાર્યક્રમને એકતાનગરના વ્યુ પોઈન્ટ-૧ ખાતેથી મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાએ કુલ રૂ. ૧૨૪૭ લાખના ખર્ચે ૫૮ આંગણવાડી કેન્દ્રોના ઈ-ભૂમિ પૂજનની સાથે કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. જેમાં જીએસપી સીના સીએસઆર ભંડોળ હેઠળ સમગ્ર દેશમાં પ્રથમ વાખત લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ (એલજીએસએફ) ટેકનોલોજીનો વપરાશ કરી મહત્વકાંશી દાહોદ જિલ્લામાં ૨૯ અને નર્મદા જિલ્લામાં ૨૫ તેમજ ગાંધીનગર જિલ્લાના ૪ મળીને કુલ ૫૮ આંગણવાડી કેન્દ્રોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સુપોષિત રાજ્ય બનાવવાની ઝુંબેશને વધુ વેગવાન બનાવતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ટીમ ગુજરાતે પોષણની ઉડાનને વધુ મજબૂતાઇથી પ્રોત્સાહિત કરી છે.
પોષણ ઉડાન કાર્યક્રમ દરમિયાન મંત્રી ભાનુબેન બાબરીયાએ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે ૧૮૨ મીટર ઉંચી વિશ્વની સૌથી વિશાળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કેન્દ્રસ્થાને રાખીને ૧૮૨ રંગબેરંગી ફુગ્ગાઓને ચા આસમાને ઉડતા મુકયા હતા.
કાર્યક્રમ બાદ તેઓ પિંક ઓટોના માધ્યમથી એફતાનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. તેમણે સ્થાનિક પિંક ઓટોની મહિલા ડ્રાઇવર રેખાબેન તડવી સાથે સંવાદ સાધ્યો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ ગ્રામીણ ક્ષેત્રમાં શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્યના સ્તરને ચું લાવવા બદલ અને વિકસિત રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની સહભાગીદારી સુનિヘતિ થાય તે દિશામાં ડબલ એન્જિનની રાજ્ય અને કેન્દ્ર સરકારની કામગીરીનો ઉલ્લેખ કરી જનલક્ષી યોજનાઓનો બહોળો લાભ મેળવવા સૌને અનુરોધ કર્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકરે પણ જનભાગીદારી માટે સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
કાર્યક્રમ પ્રસંગે બાળ કલાકારોએ અભિનયગીત પ્રસ્તુત કર્યું હતું. મંત્રીશ્રીએ બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી પ્રોત્સાહિત કરી ભેટ અર્પણ કરી હતી. વધુમાં નાના બાળકો માટે રમતસ્પર્ધા પણ યોજાઈ હતી.
કાર્યક્રમના પ્રારંભે ભાનુબેને શિયાળામાં બનતી વૈવિધ્યસભર વાનગીઓ તેમજ પ્રાદેશિક પૌષ્ટિક વાનગીઓ, સરગવા જેવા સુપર ફૂડની વિશેષતા અને લીલા શાકભાજીઓનું મહત્વ, લોહતત્વનું મહત્વ, ટેક હોમ રાશન અને શ્રી અન્ન (મિલેટ્સ) તેમજ તેમાથી બનતી વાનગીઓ, વિટામિન-સી (ચણીબોર, આંબળા, આંબલી, ખારેક, ગોટલી, કોઠું, ખજૂર, લીલી વરિયાળી, કાચીકેરી, શેરડી), ગ્રીન સલાડ, ફણગાવેલા કઠોળ, મિક્ષ કઠોળ, ફળોનું મહત્વ સમજાવતા વિવિધ સ્ટોલ્સની મુલાકાત પણ લીધી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, મહિલા અને બાળ વિકાસ વિભાગ કમિશનર-વ-સચિવ રાકેશ શંકર, મહિલા અને બાળ વિકાસ વિભાગ આઈસીડીએસ કમિશનર ડો. રણજીતકુમાર સિંહ, જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, જીએસપીસી તથા ટાટા સ્ટીલના પ્રતિનિધિ, સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ, આંગણવાડી કાર્યકરો, મુખ્યસેવિકા, વાલીઓ, કિશોરીઓ અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
