તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
આખા દેશની પોલીસ જેને શોધી રહી છે તેવી આંતર રાજ્ય ત્રિચી ગેંગના ૧ ડઝન ગેંગસ્ટર,લાખોના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ હસ્તે ઝડપાયા
સીબીઆઈ બેકગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર દ્વારા ગુજરાત પોલીસ તંત્ર માટે પડકાર ગણી એડી. સીપી લીના પાટીલ, ડીસીપી યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિહ રાઠોડ સાથે આખી રણનીતિ ઘડી હતીઃ અકિલા સમક્ષ સીપી નરસિંહમાં કોમાર દિલધડક ઓપરેશનની રસપ્રદ કથા વર્ણવે છે :પીઆઇ આર જી.જાડેજા, પીઆઇ એચ.ડી તુવરા , પીએસઆઈ પી એમ. ધાકડા, પીએસઆઈ આર. એન. બારૈયા સહિતના સ્ટાફની કાબીલેદાદ કામગીરી, ગુજરાત પોલીસની પ્રતિષ્ઠાને ચાર ચાંદ લાગ્યા

રાજકોટ, તા.૧૦: ગુજરાત સહિત દેશભરની પોલીસ જેને શોધી રહી હતી તેવી કાર માંથી કિમતી સામાનની ચોરી કરતી તમિલનાડુની કુ વિખ્યાત ખૂંખાર ત્રીચી ગેંગના ૧ ડઝન ગેંગસ્ટરો અને લાખોના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સીબીઆઈ બેક ગ્રાઉન્ડ ધરાવતા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર, એડી.સીપી લીના પાટીલ અને ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા, એસીપી હરપાલસિહ રાઠોડના માર્ગદર્શન હેઠળ પીઆઇ આર.જી. જાડેજા, પીઆઇ એચ. ડી. તુવરા ટીમના પીએસઆઈ પી. એમ. ધાકડા, અને પીએસઆઈ આર.એન. બારૈયા સહિતના સ્ટાફ દ્વારા ઝડપી લેવામાં આવી હોવાની બાબતને જેમને આ ગેંગને માત્ર વડોદરા જ નહિ ગુજરાત પોલીસની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી આખી રણનીતિ ઘડી અમલવારી કરાવી હતી તેવા પોલીસ કમિશનર નરસિંહમાં કોમાર દ્વારા અકિલા સાથેની વાતચીતમાં સમર્થન આપેલ છે.
પા.સબ ઇન્સ. પી.એમ. ધાખડા, પીએસઆઇ આર.એન. બારૈયા સહિત ટીમની માણસો વડોદરામાં મિલકત સંબંધી ગુના કરવાવાળા ઇસમોની શોધખોળ દરમ્યાન ટીમને માહીતી મળેલ કે, ર્ં દક્ષિણ ભારત તરફના રહીશ હોય તેવા ૧૨(બાર) ઇસમો નેશનલ હાઇવે રોડના આજવા ચોકડી બ્રીજ નીચે હાલ રોકાયેલા છે. તેમજ આ ઇસમો કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવાની ગુનાહિત પ્રવળતિ કરવા માટે વડોદરા શહેરમાં આવેલ હોવાનુ તેમજ આ ઇસમો તેઓ પાસે હાલમાં લેપટોપ જેવા કિંમતી સામાન હોય આ સામાન વેચવાની ફિરાકમાં છે. તેવી માહિતી મળતા જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત માહિતીવાળી જગ્યા નેશનલ હાઇવે રોડના આજવા ચોકડી બ્રીજ નીચે જઇ ખાત્રી તપાસ કરતાં સ્થળ પર હાજર તામીલનાડુ રાજ્યના રહિશ તેમજ બે ટોળકીના ૬-૬ મળી કુલ-૧૨ (બાર) ઇસમો ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇ તેઓ પાસેના થેલા સાથે લઇ સાથે નાશવાની કોશીષ કરતાં શંકાસ્પદ મળી આવતા આ તમામ ઇસમોએ તેઓ પાસે કપડા રાખેલ થેલાઓ તેમજ તેઓની દરેક ટોળી વચ્ચે પોલીસને જોઇ નીચે કિંમતી સામાન મુકેલ શંકાસ્પદ એક-એક થેલો મળી આવતા આ તમામ ઇસમો પ્રાથમીક પુછપરછમાં તામીલ ભાષા બોલતા હોય જેથી ક્રાઇમ બ્રાન્ચમા ફરજ બજાવતા હે.કોન્સ. નરેશકુમાર મોહનભાઇ જેઓ મુળ દક્ષિણ ભારતના વતની હોય તેમજ દક્ષિણ ભારતની ભાષાના જાણકાર હોય તેઓને સાથે રાખી આ તમામ ઇસમોના નામઠામ અંગે ખાત્રી કરતાં ન.(૧) ટોળકીના ઇસમોમાં ન.(૧) જગન બાલાસુબ્રમણ્યમ અગમુડીયાર(સેવરે) ઉ.વ.૪૫ રહે. પુંગનુર ગામ, જી. ત્રીચીપલ્લી, તામીલનાડુ રાજ્ય (૨) ઉદયકુમાર શાંતકુમાર સેરવે ઉ.વ.૩૯ રહે.મીલકોલોની, રામજીનગર, મારીઅમ્મન કોવીલ તેરૂવ, ત્રીચી, તામીલનાડુ (૩) હરીશ ચંદિરણ મુથ્થુરાજ ઉ.વ.૨૨ રહે. કુડી સ્ટ્રીટ, સેન્નઇકા રા મુકમ્બો, ત્રીચીપલ્લી (ત્રીચી) તામીલનાડુ રાજ્ય. (૪) વિગ્નેશ્વર ચંદ્રશેખર મુદલીયાર(સેરવે) ઉ.વ.૨૭ રહે. કોવીલ તેરૂવ, ગાંધીનગર અંગાલઅમા, ત્રીચી, તામીલનાડુ.(૫) કિરણકુમાર સુધીરકુમાર સેરવે ઉ.વ.૨૬ રહે. મલયપટ્ટી પુંગનુર, કલ્લુકુડી પોસ્ટ ત્રીચી તામીલનાડુ રાજ્ય. (૬) ઐયપન્ન શાંતકુમાર સેરવે ઉ.વ.૪૨ રહે.મીલકોલોની, રામજીનગર, મારીઅમ્મન કોવીલ તેરૂવ, ત્રીચી, તામીલનાડુ નં.(૭) અગીલન મોહન સેરવે ઉ.વ.૩૦ રહે. ૬/૯૨ રામજીનગર, મીલકોલોની, ત્રીચી (ત્રીચીપલ્લી) તામીલનાડુ નં.(૮) મદન લોગનાદન સેરવે ઉ.વ.૩૬ રહે. રામજીનગર, મીલકોલોની, ત્રીચીપલ્લી (ત્રીચી) તામીલનાડુ નં.(૯) ઇસમ ગોવર્ધન મોહન સેરવે ઉ.વ.ર૧ રહે. ન્યુ કાટુર રામજીનગર ત્રીચીપલ્લી (ત્રીચી) તામીલનાડુ નં.(૧૦) ચરણરાજ મુર્ગેશ મુદલીયાર ઉ.વ.૩૬ રહે. ચીકાપુરા પોસ્ટ.ઉરલેગેરે તા. માલુર જી. કોલા, તામીલનાડુ નં.(૧૧) સેંદીલ બદી સેરવે ઉ.વ.૪૯ રહે. ન્યુ કાટુર પુંગનુર પો. રામજીનગર, ત્રીચીપલ્લી (ત્રીચી) તામીલનાડુ નં.(૧૨) મોહન માનીકમ સેરવે ઉ.વ.૪૯ રહે. મીલકોલોની રામજીનગર, મારી અમ્મન કોવીલ, તેરૂવ, ત્રીચીપલ્લી(ત્રીચી) તામીલનાડુના હોય આ બન્ને ટોળકી પાસેના દરેક સભ્યો પાસેની થેલીમાં તેઓના કપડાઓ તેમજ બન્ને ટોળકી પાસેથી કિંમતી સામાન લેપટોપ, ટેબલેટ, સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ રાખેલ એક-એક થેલો મળી આવેલ આ કિંમતી સામાનના બીલ-લખાણના કોઇ આધાર પુરાવા ન હોય જેથી આ બન્ને ટોળકીના અત્રે વડોદરા આવવા બાબતે તેમજ તેઓ પાસેથી મળી આવેલ આ મુદ્દામાલ બાબતે સઘન પુછપરછ કરવામાં આવતા આ તમામ ઇસમો બે ટોળકીમાં ભારત દેશના જુદા જુદા શહેરોમાં ફરી પાર્ક કરેલ કારના કાચ ગીલોલની મદદથી તોડી નાખી કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવાના તેમજ જુદા જુદા શહેરોમા કારમાં કિંમતી સામાન બેગ જોયા બાદ આ ટોળકીનો એક સભ્ય કાર પાસે રોડ પર ચલણી નોટો મુકી દઇ ત્યારબાદ કારમાં બેસેલ વ્યક્તીને તમારા પૈસા નીચે પડેલ છે. તેમજ કારમાંથી ઓઇલ ટપકી રહેલ છે. તેમ જણાવી કારમાં બેસેલ વ્યક્તી કાર પાસે રોડ પર પડેલ રૂપીયા લેવા માટે તેમજ કારમાંથી ટપકી રહેલ ઓઇલ જોવા માટે બહાર આવ્યા બાદ આ ટોળકી આ કારના વ્યક્તીની નજર ચુકવી કારમાં રાખેલ કિંમતી સામાનવાળી બેગ ચોરી કરવાનુ કામ કરતા હોવાનુ અને આ એમ.ઓ.થી ચોરી કરવાના ઇરાદે વડોદરા આવેલાનુ તેમજ તેઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ તેઓએ વડોદરા શહેર ઉપરાંત વાપી,અમદાવાદ, પુણે, નાસીક, શિર્ડી, ગોવા ખાતે છેલ્લા ત્રણ માસ દરમ્યાન રૂપીયા પડેલાનુ તેમજ ઓઈલ ટપકતુ હોવાનુ જણાવેલ બહાને કારમાંથી નિકળેલ વ્યક્તીની નજર ચુકવી કારમાંથી ચોરી કરી લાવેલ મુદ્દામાલ હોવાનુ જણાવતા જેથી આ મળી આવેલ તમામ મુદ્દામાલને તપાસ અર્થે કબજે કરી આ તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ કરવામાં આવતા હાલ સુધી આ ઇસમો દ્વારા છેલ્લા ત્રણ માસમાં વડોદરા ઉપરાંત અમદાવાદ, પુણે, શિર્ડી.નાસીક, ગોવા ખાતે કરેલ ચોરીના ૨૫(પચ્ચીસ) જેટલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવેલ છે.
(4:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
