તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
રાજયમાં મગફળીનો ઉંચો ભાવ બાયડમાં 1356 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 37 યાર્ડના ભાવ
ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 1,436.45 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ : આજે ગુજરાતની 37 માર્કેટ યાર્ડમાં કુલ 1,436.45 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ બાયડ માર્કેટ યાર્ડમા 1356 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં મગફળીનો ઉંચો ભાવ 1240 રૂ. અને નીચો ભાવ 930 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય તલોદમાં 1355 રૂ., મોડાસામાં 1300 રૂ., ધાનેરામાં 1222 રૂ., ભાવનગરમાં 1213 રૂ., તળાજામાં 1211 રૂ., ગોંડલમાં 1196 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,436.45 ટન મગફળીની આવક થઇ છે.


(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
