<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

રાજ્યમાં કપાસનો ઉંચો ભાવ મહુવા 1900 રૂપિયા સુધી બોલાયો: જાણો અન્ય 52 યાર્ડના ભાવ

ગુજરાતની 52 માર્કેટ યાર્ડમાં કુલ 5,816.31 ટન કપાસની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન કપાસની આવક

અમદાવાદ :આજે ગુજરાતની 52 માર્કેટ યાર્ડમાં કુલ 5,816.31 ટન કપાસની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમા 1900 રૂપિયા બોલાયો હતો. રાજકોટ યાર્ડમાં કપાસનો ઉંચો ભાવ 1515 રૂ. અને નીચો ભાવ 1340 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય માણાવદરમાં 1585 રૂ., રાજપીપળામાં 1562 રૂ., બગસરામાં 1535 રૂ., ઉનાવામાં 1534 રૂ., ભેસાણમાં 1531 રૂ., સિદ્ધપુરમાં 1529 રૂ., ગોંડલમાં 1501 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 5,816.31 ટન કપાસની આવક થઇ છે.

(9:07 PM IST)