<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

નેશનલ ગેમ્સ માટે ગુજરાત બેડમિન્ટન ટીમ જાહેર

ગુજરાતના ખેલાડીઓ ગોલ્ડ મેડલ જીતવાની આશા સાથે જવાના છેઃબેડમિન્ટન એસોસિએશન દ્વારા મહિલા અને પુરૃષ ટીમ જાહેર કરવામાં આવી છે મહિલા ટીમની કમાન તસ્નીમ મિરને સોંપવામાં આવી છે

અમદાવાદ, તા.૧૦

ઉત્તરાખંડમાં ૨૮ જાન્યુઆરીથી નેશનલ ગેમ્સનું આયોજન થવાનું છે. નેશનલ ગેમ્સમાં વિવિધ રમતોમાં ગુજરાતના એથલીટો પણ ભાગ લેવાના છે. ગુજરાતમાંથી બેડમિન્ટન ખેલાડીઓની ટીમ પણ નેશનલ ગેમ્સમાં ભાગ લેવા જશે. બેડમિન્ટમાં રાષ્ટ્રીય સ્તરે બીજો ક્રમ ધરાવતી તસ્નીમ મિરને ૩૮મી નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત મહિલા ટીમનું સુકાન સોંપવામાં આવ્યું છે.

ઉત્તરાખંડમાં ૨૯ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી દરમિયાન નેશનલ ગેમ્સ રમાશે. નેશનલ ગેમ્સમાં ૨૯ જાન્યુઆરીએ બેડમિન્ટન ટૂર્નામેન્ટ શરૃ થશે. જેમાં ગુજરાતની મહિલા અને પુરૃષ ટીમ ભાગ લેવાની છે. ગુજરાતની મહિલા બેડમિન્ટન ટીમની કમાન તસ્નીમ મિરને સોંપવામાં આવી છે. ગુજરાતની ટીમની પસંદગી બેંગલુરૃ ખાતે આયોજીત સીનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ખેલાડીઓના પ્રદર્શનના આધારે કરવામાં આવી છે.

ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના પ્રમુખ મયુર પરીખે જણાવ્યું કે નેશનલ ગેમ્સમાં ગુજરાત ગોલ્ડ મેડલ જીતે તેવી અપેક્ષા છે. તેમણે કહ્યું કે અમે આ વખતે ગોલ્ડ મેડલ જીતવાના ઈરાદાથી તૈયારી કરી છે. મયુર પરીખે કહ્યુ કે અમને આ ઈવેમેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી પણ સહયોગ મળ્યો છે.

તસ્નીમ મિર, અદિતા રાવ, શ્રેયા લેલે, શેનાન ક્રિશ્ચિયન, અંજલિ રાવત, યુતી ગજ્જર, તનિશા જોશી.

આ સિવાય ટીમ સાથે ટેક્નિકલ એક્સપર્ટ તરીકે અમરિશ શિંદે અને મોનેશન મશરૃવાલા જોડાશે.

(9:22 PM IST)