<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

અમદાવાદના મેમ્કોમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો : પાર્ક કરેલ અનેક વાહનોમાં કરી તોડફોડ

વાહનોની તોડફોડ કરનાર વિરુદ્ધ શહેર કોટડા પોલીસે ગુનો નોંધ્યો :વાહનોની તોડફોડ કરનાર આરોપીની ધરપકડ

અમદાવાદના મેમ્કોમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. કેટલાક અસામાજિક તત્વોએ સંખ્યાબંધ વાહનોની તોડફોડ કરી હતી. મેમ્કો ઓવરબ્રિજની નીચે પાર્ક કરેલા વાહનોમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. ખાસ કરીને રીક્ષા, ટેમ્પો સહિતના વાહનોમાં તોડફોડ કરી છે

 . વાહનોની તોડફોડ કરનાર વિરુદ્ધ શહેર કોટડા પોલીસે ગુનો નોંધ્યો છે. વાહનોની તોડફોડ કરનાર આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ આ સ્થળે આજ રીતે વાહનોની તોડફોડ કરવામાં આવી હતી.

(9:52 PM IST)