<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો

ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો

અમદાવાદ : ઉત્તરાયણને લઈને મોટા સમાચાર ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે રાજ્યભરમાં કાચ પાયેલા દોરાના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.

   ચાઈનીઝ દોરી, નાઈલોન દોરી અને કાચ પાયેલ કોટન થ્રેડ ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. રાજ્ય સરકારે હુકમ પાલનની પ્રતિબધ્ધતા દર્શાવીને, આગામી 13 જાન્યુઆરી સુધીમા ઠોસ અને અસરકારક પગલા લેવા કોર્ટમાં ખાતરી આપી છે. આ કેસની વધુ સુનવણી આગામી 13 જાન્યુઆરીએ થશે.

(9:50 PM IST)