તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ઉત્તરાયણના પવનદેવ મહેરબાન રહેશે કે કેમ :કેવી રહેશે પવનની ગતિ? :જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી
ગુજરાતના અનેક ભાગોમાં 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી

અમદાવાદ : ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે પતંગ રસિકોને હંમેશા એ ચિંતા સતાવતી હોય છે કે એ દિવસે સારો પવન રહેશે કે કેમ. જો કે આ ઉતરાયણે પવનની ગતિ કેવી મંદ રહેશે કે ઝડપી રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે.
પતંગ રસીકો માટે સારા સમાચાર છે. આ વર્ષે ઉત્તરાયણમાં પવનદેવ મહેરબાન રહેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે કે આ વર્ષે ઉત્તરાયણમાં સારો પવન રહે તેવી શક્યતા છે. પવનની ગતિ 6 કિલોમીટરથી લઈને 15 કિલોમીટર પ્રતિ કલાકે રહે તેવી શક્યતા છે.
15 જાન્યુઆરી સુધી રાજ્યમાં વિવિધ ભાગોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ગુજરાતના અનેક ભાગોમાં 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડે તેવી આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 તારીખ સુધી ઠંડીનું જોર યથાવત રહે તેવી શક્યતા છે. આગામી 24 કલાકમાં કઈંક અંશે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડી ઘટી શકે છે. ઉતરાયણથી અમુક જિલ્લાઓમાં વાદળો આવશે. 22- 23 જાન્યુઆરી સુધી કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે. 24 જાન્યુઆરીથી ફરી ઠંડી પડવાની શક્યતા છે. 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણમાં ફેરફાર થઇ શકે છે.
ભરશિયાળે કાળઝાળ ગરમી પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તરાયણ બાદ ગરમીનો પારો 34 ડિગ્રી સુધી પહોચી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 34 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકે છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા. ઠંડી કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તારીખ 14 સુધી રહેશે. હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીથી રાહત મળશે. સૌરાષ્ટ્રમાં જે પ્રકારે અચાનક ઠંડી આવી. તેવી જ રીતે આગામી દિવસોમાં અચાનક ગરમી આવી જશે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અનેક શહેરોના મહત્તમ તાપમાનમાં વધારો જોવા મળી શકે છે
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
