તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
ગોપાલ નમકીનના ગાંઠિયા ખાતા બાળકને ઝાડા ઉલટી થયા :પેકેટમાંથી ઉંદર નીકળ્યો
સાબરકાંઠાના પ્રેમપુર ગામે ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળ્યો: બાળકને પ્રાથમિક સારવાર માટે દાવડ હોસ્પિલમાં દાખલ કરાયો :લોકોમાં રોષનો માહોલ

સાબરકાંઠામાં એક નમકીનના પડીકામાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. જેના કારણે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવાનો વારો આવ્યો હતો ઘણી વખતે નમકીનના પડીકાઓમાં જીવજંતુ નિકળતા હોય છે. જેને લઇને ગ્રાહકોને હાલાકી વેઠવાની વારો આવતો હોય છે.સાબરકાંઠાના એક ગામમાં આવી ઘટના બની હતી. જેમાં ગોપાલ નમકીનના પેકેટમાંથી ઉંદર નીકળ્યો હતો. જિલ્લાના પ્રેમપુરમાં આ ઘટના સામે આવી હતી.
સાબરકાંઠાના પ્રેમપુર ગામે ગોપાલ નમકીનમાંથી મૃત ઉંદર નીકળ્યો હતો. જે બાદ નાના બાળકને ગાંઠિયા ખાતા ઝાડા ઉલટી થયા હતા. જેને લઇ બાળકને પ્રાથમિક સારવાર માટે દાવડ હોસ્પિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે પેકેટમાંથી ઉંદર નીકળતા આસપાસના લોકોમાં રોષનો માહોલ ફેલાયો હતો.
આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે. જેમાં રાજ્યની વિવિધ નમકીન કંપનીઓની બેદરકારીના કારણે બાળકો ભોગ બનતા હોય છે. ત્યારે આવી ઘટનાને લઇ સ્થાનિકોમાં આવી કંપની સામે પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. અને આવી ઘટના ન બને તેની તકેદારી રાખવાની અપીલ લોકોએ કરી હતી.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
