તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
નર્મદા જિલ્લાના પાંચેય તાલુકાઓમાં ખેલ મહાકુંભ અંતર્ગત ખો-ખોની સ્પર્ધા યોજાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની રાહબરીમાં જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિવિધ તબક્કે સ્પર્ધાઓ યોજાઈ રહી છે. જે અંતર્ગત આજે તા.૯ જાન્યુઆરી-૨૦૨૫ને ગુરૂવારના રોજ નાંદોદ, તિલકવાડા, દેડીયાપાડા, સાગબારા અને ગરુડેશ્વરમાં તાલુકાકક્ષા ખેલ મહાકુંભ અંતર્ગત ખો ખોની સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ઉત્હાસભેર ભાગ લીધો હતો.
આ પ્રસંગે નર્મદા જિલ્લા રમતગમત અધિકારી દિનેશભાઈ ભીલએ ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યાં હતા. તાલુકા કક્ષાની સ્પર્ધાઓની વિજેતા ટીમો આગામી સમયમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
