તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
104 વર્ષ જુના રાધાસ્વામી મંદિરના કમ્પાઉન્ડમાં જવાનો રસ્તો બંધ કરવા તંત્રના તઘલધી નિર્ણય સામે રોષ
રાજા રજવાડાના સમયથી ચાલતો જાહેર રસ્તો તંત્ર હાલ બંધ કરવાની વાત કરતા સ્થાનિકોએ ધારાસભ્ય, કલેક્ટર, પ્રાંત નગરપાલિકાને આપ્યું આવેદન :આ કમ્પાઉન્ડમાં 104 વર્ષ જુના રાધાસ્વામી સત્સંગ હોલ અને 50થી વધુ પરિવારો રહે છે. જેમનો આવવા જવાનો એક માત્ર રસ્તો છે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રજવાડી નગરી રાજપીપળામાં પ્રજાના હીત માટે રાજા રજવાડા એ પોતાના મહેલો અને જમીનો દાનમાં આપી દીધા કે પ્રજાને કોઈ તકલીફ ના પડે જયારે આજના યુગમાં આધિકારીઓના તઘલઘી નિર્ણયથી પ્રજા પરેશાન થઇ રહી છે. રાજપીપળાના રાધાસ્વામી કમ્પાઉન્ડમાં રહેતા 50 થી વધુ પરિવારો અને હજારો સત્સંગી ભાઈઓ બહેનોને જવાનો માર્ગ બંધ કરવા તંત્ર ની હિલચાલ બાબતે સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.
રાજપીપલામાં 104 વર્ષથી ચાલતો રાધાસ્વામી સંત્સંગ હોલ આવેલો છે. જ્યા રાજ્ય અને દેશભરના સત્સંગી ભાઈઓ બહેનો સત્સંગ માટે આવે છે. આ સત્સંગ હોલની આજુ આબાજુમાં આવેલી જમીનોમાં મકાનો બનાવી 50 થી વધુ પરિવારો રહે છે. અને મુખ્ય એક રસ્તાથી જોડાઈને સીધા આ RS કમ્પાઉન્ડમાં જવાનો 15 થી 20 ફુટ લાંબો એક માત્ર રસ્તો છે. ત્યારે વિકાસ ની વાતે તાજેતરમાં આ રસ્તો સરકારી જમીનમાં હોય જેને બંધ કરવા કલેક્ટર નર્મદાની સૂચનાથી બંધ થવાની તૈયારી છે, ત્યારે મુખ્ય રસ્તો બંધ થઇ જતા આટલા બધા લોકો કેવી રીતે અવર જવર કરી શકશે એ ચિંતામાં લોકો મુકાઈ ગયા છે. અને ધારાસભ્ય, કલેક્ટર, પ્રાંત, પાલિકાને આવેદન પત્ર આપી આ 100 વર્ષ થી વધુ સમયથી રસ્તો ખુલ્લો હોય એ ચાલુ રાખવા માંગ કરી રહ્યા છે.
બોક્ષ : 2007-08 માં રાજપીપળા ટાઉન પોલીસ સ્ટેશન નવું બનતા ત્યાંથી અવર જવર કરવાનો વર્ષો જૂનો રસ્તો હતો. આ રસ્તો પણ સરકારી હોય તાત્કાલિકન પોલીસ અધિકારીએ આ રસ્તો બંધ કરી દીધો હતો જોકે બાદમાં જન આંદોલન થતા સરકારી જમીન હોવા છતાં પોલીસ આધિકારીએ વર્ષો જૂનો જાહેર રસ્તો ખુલ્લો કરવો પડ્યો હતો. એ રસ્તો આજે પણ ખુલ્લો છે ત્યારે જેમ રાજાએ પ્રજાના હિત માટે જમીનો આપી આ જમીનો સરકારી બની ગઈ, હવે આધિકારીઓએ પણ પ્રજાના હિત માટે જગ્યા છોડી રસ્તો ખુલ્લો રાખવાની માનવતા દાખવવી જોઈએ
(11:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
