તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
નિયમ હોવા છતાં : રાજપીપળાની વિધવા મહિલાને અંત્યોદય કાર્ડ માટે 3 મહિનાથી ધક્કે ચઢાવતું તંત્ર
63 વર્ષીય વિધવા અને નિસંતાન મહિલાને જો તંત્ર ધક્કે ચઢાવતું હોય તો આમ લોકોની શું હાલત થતી હશે

(ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં પુરવઠા વિભાગમાં ખાસ કરીને નાંદોદ તાલુકામાં ઘણી લાલીયાવાડી ચાલતી હોવાની બૂમ ઉઠી છે જેમાં આ વિભાગ જરૂરિયાતમંદ લોકોને ધક્કા ખવડાવતા હોવાની વારંવાર બુમ આવે છે ત્યારે હાલમાં તો એક વિધવા મહિલાને અંત્યોદય કાર્ડ કાઢી આપવામાં ત્રણ મહિનાથી ધક્કે ચઢાવી હોવાનું જાણવા મળ્યું છે
રાજપીપળાના ટેકરા ફળિયા વિસ્તારના રહેતા શકુંતલાબેન શંકરભાઈ વસાવા કે જેઓ 63 વર્ષીય વિધવા અને નિસંતાન મહિલા છે છતાં આ લાચારને જો તંત્ર ધક્કે ચઢાવતું હોય તો બીજા સામાન્ય વ્યક્તિની તો શું હાલત થતી હોય તે અંદાજ લગાવી શકાય છે.
જાણવા મળ્યા મુજબ 63 વર્ષીય આધેડ ઉંમર ના શકુંતલાબેન શંકરભાઈ વસાવા પોતે વિધવા છે તેમને સંતાન નથી અને ઉંમરના કારણે તેઓ વારંવાર કચેરીમાં દોડી શકતા નથી માટે કેટલાક સેવાભાવી વ્યક્તિઓ દ્વારા આ મહિલાને અંત્યોદય કાર્ડ મળે તો અનાજ બાબતની રાહત રહે તે માટે નાંદોદ પુરવઠા કચેરીમાં છેલ્લા ત્રણેક મહિનાથી એક સેવાકિય સંસ્થાના બ્લાઈન્ડ વ્યક્તિ અને આ મહિલા કચેરીના અંત્યોદય કાર્ડ બાબતે પૂછવા જાય છે તો એક જ જવાબ મળે છે કે થઈ જશે.. પણ ક્યારે ત્રણ મહિના જેવો સમય વિતી જવા છતાં અધિકારી કે કર્મચારીઓ કેમ કેમ આ લાચાર, આધેડ અને વિધવા મહિલા ને ધક્કા ખવડાવે છે. ? શું કોઈ અંગત ફાયદા ની રાહ જોવાઇ રહી છે.?
એક તરફ આ મહિલા વિધવા હોવા છતાં તેને ત્રણ ત્રણ મહિનાઓ બાદ પણ અંત્યોદય કાર્ડ મળતું નથી ત્યારે બીજી બાજુ એક કાર્ડ ધારક ના પરિવાર માં ફક્ત બે વ્યક્તિ હતા અને એ બંને મૃત્યુ પામ્યા હોય આ ગ્રાહક નું અંત્યોદય કાર્ડ બંધ કરી અન્ય માં તબદીલ કરી આપવાની રજૂઆત માં પુરવઠા વિભાગ માંથી એવો જવાબ મળે છે કે અંત્યોદય કાર્ડ માં વિધવા કે અન્ય નિયમો લાગુ પડે છે અને જો જેનું કાર્ડ બીજા ગ્રાહક \માં તબદીલ કરવું હોય તો તેના પરિવાર માં કોઈ વિધવા કે અંત્યોદય કાર્ડ ના નિયમોનુસાર કોઈ વ્યક્તિ હોય તો જ કાર્ડ અંત્યોદય બની શકે.પરંતુ ટેકરા ફળીયા ના શકુન્તલાબેન જે ખરેખર વિધવા છે તેને જો ત્રણ મહિના થી ધક્કા ખવડાવતા હોય તો શું આ વિભાગ લોકો સાથે રમત રમે છે ? કે કોઈ અંગત ફાયદો થાય તો જ આવા કામ કરે છે .? કોણ મનમાની કરી નિયમો ને અભરાઈ પર મૂકી આવા મહિલા કે અન્યો ને ધક્કે ચઢાવે છે..? જિલ્લા પુરવઠા અધિકારી ક મુદ્દે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરશે..?
(11:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
