તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th January 2025
રાજ્યમાં ઠંડીના મોજા વચ્ચે 18 થી 23 જાન્યુઆરી વચ્ચે માવઠાનો એક રાઉન્ડ આવશે: પરેશ ગોસ્વામીની આગાહી
આગામી 12 થી 15 જાન્યુઆરી એમ 4 દિવસ સુધી પવનની ગતિ વધશે: ખેડૂતોએ ઘઉં, મકાઈ, તુવેર, એરંડા જેવા ઊંચાઈ ધરાવતા પાકને પિયત ના આપવું સલાહભર્યું રહેશે.

અમદાવાદ : છેલ્લા કેટલાક દિવસોથી ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ઉત્તરથી ફૂંકાતા બર્ફિલા પવનો ગુજરાત તરફ આવી રહ્યા હોવાથી ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 18 થી 23 જાન્યુઆરી વચ્ચે માવઠાની આગાહી કરી છે.
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, ઉત્તર તરફથી એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. જેના પગલે 18 થી 23 જાન્યુઆરીની વચ્ચે ગુજરાતમાં માવઠું પડી શકે છે. આ માવઠા બાદ પણ જાન્યુઆરી મહિના ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે. આવતા મહિને ફેબ્રુઆરીમાં પણ ગત વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે. આથી ખેડૂતઓ માર્ચ મહિનાની 5 થી 10 માર્ચ પછી વાવેતર કરવું હિતાવહ રહેશે. આ વર્ષે એટલે કે 2025માં ગુજરાતમાં ચોમાસું મોડુ બેસશે, પરંતુ એકંદરે સારું રહેશે. આથી માર્ચ મહિનામાં ઉનાળુ પાકનું વાવેતર કરીશું, તો ચોમાસું નહીં નડે.
હવામાન નિષ્ણાંતે જાન્યુઆરી મહિનાના પ્રથમ સપ્તાહની વાત કરતાં જણાવ્યું કે, કેશોદ, રાજકોટ અને સાબરકાંઠામાં છેલ્લા એક દાયકાનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતુ. જેમાં અમીરગઢમાં 3 થી 4 ડિગ્રી અને નલિયામાં સવા 2 થી સવા 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. આવનારા દિવસોમાં હજુ પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે. આગામી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ યથાવત રહેશે. એટલે કે મકર સંક્રાંતિ બાદ આપણને કોલ્ડવેવમાં મુક્તિ મળશે.
અત્યારે જે રીતે ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશોમાં બેક ટૂ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે, એ પેટર્ન સૂચવી રહી છે કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઠંડીનો માહોલ જોવા મળશે.
આગામી 12 થી 15 જાન્યુઆરી એમ 4 દિવસ સુધી પવનની ગતિ વધશે. અત્યારે સામાન્ય 10 થી 12 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે. જેમાં વધારો થઈને 18 થી 22ની ગતિએ ફૂંકાશે. કેટલાક વિસ્તારમાં 25 કિમી થઈ શકે છે. આ દરમિયાન ખેડૂતોએ ઘઉં, મકાઈ, તુવેર, એરંડા જેવા ઊંચાઈ ધરાવતા પાકને પિયત ના આપવું સલાહભર્યું રહેશે.
(11:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
