<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th January 2025

વડોદરામાં ફૂડ વિભાગનું ચેકિંગ : 77 દુકાનોમાં ચેકિંગની હાથ ધરી કુલ 189 નમૂના લેવાયા

સીંગતેલ, હળદર પાવડર, મરચા પાવડર, જીરૂ, મસાલા તેમજ રો- મટેરીયલ્સ જેવા કે ગોળ, તેલ, બેસન, ઘી વિગેરેનાં મળી કુલ 189 નમૂના લીધા

વડોદરા મહાનગર પાલિકાના ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા- જુદા વિસ્તારમાં વસાણા, ચીક્કી, ઉધીયુ, જલેબી, સેવ, મસાલા, ગોળ, તેલ, કચ્ચરીયુ વિગેરેનું આકસ્મીક ચેકિંગ કરવામાં આવેલ હતું. જેમાં 9 મેનુફેકચરીંગ યુનીટો, 77 દુકાનો વિગેરે સ્થળોએ સઘન ચેકિંગની કામગીરી તહેવાર અગાઉ હાથ ધરવામાં આવી છે.

કુલ 189 નમૂના લેવામાં આવ્યા છે. ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારમાં સ્થળ પર જ ફુડ ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. જ્યાં બે અવેરનેશ પ્રોગ્રામમાં 133 ફુડ બીઝનેશ ઓપરેટરોને ટ્રેનીંગ આપી વિવિધ ખાધ્ય સામગ્રીના 95 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ખોરાક શાખાનાં ફૂડ સે સેફટી ઓફીસરો દ્વારા શિયાળાની ઋત્તુ તેમજ મકરસંક્રાતી અનુલક્ષીને જુદા-જુદા વિસ્તારની દુકાનો તથા મેન્યુફેક્ચરિંગ યુનિટમાંથી મેથીનાં લાડુ, ડ્રાય ફ્રુટ લાડુ, વિવિધ ચીક્કીઓ જેવી કે સીંગ ચીક્કી, માવા ચીકી, તલ ચીક્કી, ઉધીયુ, જલેબી, મલબારી સેવ, ઝીણી સેવ, લીમ્બુમરી સેવ, બેસન, સીંગતેલ, હળદર પાવડર, મરચા પાવડર, જીરૂ, મસાલા તેમજ રો- મટેરીયલ્સ જેવા કે ગોળ, તેલ, બેસન, ઘી વિગેરેનાં મળી કુલ 189 નમૂના લેવામાં આવ્યા છે.

જે નમુનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, કતેગંજ મોકલી આપવામાં આવ્યા છે. ફુડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા રાજમહેલ રોડ અને ક્લાદર્શન ચાર રસ્તા વિસ્તારમાં સ્થળ પર જ બે અવેરનેશ પ્રોગ્રામમાં 133 ફુડ બીઝનેશ ઓપરેટરોને ટ્રેનીંગ આપી વિવિધ ખાધ્ય સામગ્રીના ફુડ ટેસ્ટીંગ કરવામાં આવેલ. જેમાં દુધ અને દુધની બનાવટો, તેલ, પ્રીપેર્ડ ફુડ, ચટણી, મસાલા, તેજાના, અનાજ, કઠોળ, ઘી, માવો, આઇસક્રીમ, ચા, કોફી, મધ, ખાંડ, ગોળ વિગેરેનાં 95 નમુનાનું સ્થળ પરજ ટેસ્ટીંગ કરવામાં આવ્યા છે.

(11:41 PM IST)