તા. ૧૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૦ સોમવાર
News of Saturday, 11th January 2025
રાજયપાલ આચાર્ય દેવવ્રત આજથી બે દિવસ જામનગર જીલ્લાની મુલાકાતે
પ્રાકૃતિક ખેતી સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજી મીઠોઇ ગામે ખેડૂતો સાથે સંવાદ કરશે

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા.૧૧: રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત આવતીકાલથી બે દિવસ સુધી જામનગર જીલ્લાની મુલાકાતે છે. આવતીકાલ તા.૧૧ ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે તેઓનું જામનગર એરપોર્ટ આગમન થશે. ત્યારબાદ તેઓ સવારે ૧૧:૦૦ વાગ્યાથી સર્કીટ હાઉસ જામનગર ખાતે જીલ્લાના અધિકારીશ્રીઓ અને આત્માના અધિકારીશ્રીઓ સાથે ઙ્કાકુતિક ખેતી સંદર્ભે બેઠક યોજશે. બપોરે તેઓ રિલાયન્સ જવા રવાના થશે. તા.૧૨ના રોજ સવારે ૧૦:૪૫ કલાકે રાજ્યપાલશ્રી લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે મુલાકાત કરશે. અને ત્યાંથી તેઓ દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
