<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

રાજપીપળા શહેરમાં ઉત્તરાયણ પર્વ માટે પતંગ અને દોરીની નિરાશાજનક ઘરાકી

પતંગનું વેચાણ કરતા વેપારીઓ પણ ગ્રાહકોની રાહ જોઈ બેઠેલા નજરે પડ્યા, દોરી સૂતાવવામાં પણ ઓછી ઘરાકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળામાં આ વર્ષે ઉત્તરાયણ પર્વ વેપારીઓ માટે જાણે નિરાશાજનક જણાઈ રહ્યું છે કેમ કે દર વર્ષ કરતા આ વર્ષે પતંગ ખરીદી માટે ગ્રાહકોનો ઓછી ભીડ બજારમાં જોવા મળી અને એ જ પ્રમાણે પતંગની રીલ ખરીદી અને દોરી સુતાવવામાં પણ જાણે પતંગરસિયાઓ આ વર્ષે નિરાશ હોય તેમ ત્યાં પણ ગ્રાહકો ખાસ જોવા મળતા ન હતા

જોકે મોંઘવારીના મારના કારણે લોકો માં હવે ઉત્તરાયણમાં પતંગ દિવાળી માં ફટાકડા કે અન્ય તહેવારો ઉજવવા મુશ્કેલ બન્યા હોવાથી હવે આવા મોટા પર્વ આવનારા વર્ષોમાં લોકો માટે ઉજવવા કદાચ એક સ્વપ્ન બની રહે તો નવાઈ નહી.
  ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ તુક્કલ બાદ હવે સાદી દોરી સુતાવવા માટે પણ માંજામાં કાંચની ઉપયોગ નહી કરવાનો હોવાથી હવે ઉત્તરાયણમાં પતંગ કાપવા માટે એકમાત્ર મજબૂત દોરીની જરૂર પડશે ત્યારે નર્મદા જિલ્લામાં પતંગ રસિયાઓ હાલમાં ઉત્તરાયણ માટે પતંગ ઉડાડવા તૈયાર છે.

(10:28 PM IST)