તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th January 2025
ગરુડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂ નો રૂ.1.61 લાખથી વધુનો મુદામાલ ઝડપી પાડયો

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા માં ગરુડેશ્વર, ડેડિયાપાડા અને સાગબારા પોલીસે અંગ્રેજી દારૂ સહિતનો મુદામાલ ઝડપી ગુના દાખલ કર્યા છે
પ્રાપ્ત વિગતો અનુસાર ગરુડેશ્વર પોલીસ ને જંતર ગામ તરફની મોટરસાઇકલ નં. GJ.22 K 7975 પર એક વ્યક્તિ દારૂ લઈ ને આવતા હોવાની બાતમી મળતા પોલીસે પંચલા ગામ પાસે વોચ રાખી હોય ત્યારે આ મોટરસાઇકલ ત્યાંથી પસાર થતા તેને ઊભી રાખવા ઈશારો કર્યો પરંતુ તે એક થેલો નાંખી નાશી છૂટ્યો હતો
ત્યારબાદ થેલો ચેક કરતા અંદર થી અંગ્રેજી દારૂ રૂ.8800 મળી આવતા પોલીસે જપ્ત કરી મોટરસાઇકલ લઈ ભાગેલા વ્યક્તિ કેમાભાઈ ભંગાભાઈ વસાવા રહે. જંતર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
બીજો ગુનો દેડિયાપાડા પોલીસે દાખલ કર્યો જેમાં પોલીસ ને બાતમી મળેલ કે કોલીવાડા ગામ માં વડ નીચે આવેલ દુકાનમાં પાછળ અશ્વિનભાઈ રમેશભાઈ વસાવા તેના ઘરે અંગ્રેજી દારૂ વેચાણ કરે છે જેથી પોલીસે ત્યાં રેડ કરતા અંદર થી રૂ.1700 નો દારૂ મળી આવેલ પરંતુ ઘરે કોઈ હાજર નહી હોવાથી દેડિયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જ્યારે સાગબારા પોલીસે વાહન ચેકીંગ દરમિયાન એક ફોર વ્હીલ ગાડી અટકાવી ચેક કરતા અંદર થી અંગ્રેજી દારૂ ની બોટલો મળી આવી હતી જેમાં પોલીસે દારુ અને ફોર વ્હીલ ગાડી મળી કુલ રૂ. 1.51.425 ની મુદામાલ જપ્ત કરી ડ્રાઈવર અક્ષય હરીશભાઈ પટેલ, રહે. આભવા વેસુ, જી.સુરત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આમ નર્મદા પોલીસે કુલ રૂપિયા 1.61.925 નો મુદામાલ ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
