<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

અમરેલી લેટરકાંડ મુદ્દે પરસોતમભાઇ રૂપાલાએ કહ્યું પોલીસે ઉતાવળ કરી છે, દીકરી સાથે પોલીસનો એ વ્‍યવહાર યોગ્‍ય નથી

પરસોતમભાઇ રૂપાલાએ કહ્ય઼ુ આખાય પ્રકરણને બે દૃષ્‍ટિએ જોવાની જરુર હતી, પરંતુ તેને એક તરફ લઇ જવાનો પ્રયાસ થઇ રહ્યો છે

અમદાવાદઃ ગુજરાતમાં અમરેલી લેટરકાંડનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. એક તરફ ગઈકાલે પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણી આ મુદ્દે હવે અમરેલી બાદ સુરતમાં ધારણા કરશે ત્યારે બીજી તરફ અમરેલી લેટરકાંડ મુદ્દે રાજકોટના સાંસદ પરષોત્તમભાઇ રૂપાલાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે,  પોલીસે ઉતાવળ કરી છે. દીકરી સાથે પોલીસનો એ વ્યવહાર યોગ્ય નથી. 

 

પરશોત્તમભાઇ રૂપાલાએ કહ્યું કે, હું સ્પસ્ટ પણે કહેવા માંગુ છું કે, તેમાં પોલીસે ઉતાવળ કરી છે. દીકરી સાથે પોલીસનો એ વ્યવહાર યોગ્ય નથી. આખાય પ્રકરણને બે દ્રષ્ટીએ જોવાની જરૂર હતી પરંતુ તેને એક તરફ લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તે યોગ્ય નથી. મુદ્દો નનામી પત્રિકાનો હતો. જે ખૂબ મોટો રોગ ચાલી રહ્યો છે. તેની સામેના તપાસમાંથી પ્રશ્ન ઊભો થયો અને તેણે મુખ્ય મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે. આ કોંગ્રેસનું આયોજન આપણી સમાજની બહાર છે. 

 

છેલ્લા થોડા સમયથી અમરેલી જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, આ દરમિયાન થોડા સમય પહેલા અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હતા. આ લેટર ડુપ્લિકેટ હોવાનું કહી અને કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે મામલે  પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે લેટર કાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતી પાયલ ગોટીનું સરઘસ કાઢ્યું હતું,  સરઘસનો ભારે વિરોધ થયો હતો. જે બાદ ત્રીજી જાન્યુઆરીએ આ પાટીદાર યુવતીની જામીન અરજીને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં કોર્ટે યુવતીના જામીન મંજૂર કર્યા હતા. સેશન્સ કોર્ટે 15 હજારના બૉન્ડ પર પાયલ ગોટીને રેગ્યુલર જામીન આપ્યા હતા. જામીન બાદ કોંગ્રેસે પોલીસની અને ધારાસભ્ય કૌશિક વેકરીયાની કામગિરિ પર સવાલો ઉઠાવ્યા છે. 

(1:15 PM IST)