<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

જીપીએલસીએ કલાસ ૧, ર ની પ્રીલીમ અને મેઇન્‍સની તારીખો જાહેર કરી

હાલમાં જીપીએસસી દ્વારા પોતાના પરંપરાગત નિયમોમાં ફેરફાર કરીને ઉમેદવારોને સરળતા રહે તે માટે આયોજન

ગાંધીનગરઃ GPSCએ ક્લાસ 1, 2ની ભરતીની જાહેરાત પહેલાં તેની પ્રીલિમ અને મેઇન્સની તારીખો જાહેર કરી છે. ઉમેદવારો પ્લાનિંગ સાથે તૈયારી કરી શકે અને UPSCની પરીક્ષાની તારીખો ન ટકરાય તે માટે ઉમેદવારોની મૂંઝવણ દૂર કરવા તારીખો વહેલી જાહેર કરાઈ છે. જોકે GPSCએ હજુ ક્લાસ-1, 2ની ભરતીની કોઈ જાહેરાત કરી નથી. હાલમાં GPSC દ્વારા પોતાના પરંપરાગત નિયમોમાં ફેરફાર કરીને ઉમેદવારોને સરળતારહે તે માટેનું આયોજન કરાયું છે. ક્લાસ 1, 2ની પ્રીલિમ 6 એપ્રિલે, મુખ્ય પરીક્ષા 13, 14, 20, 21 સપ્ટેમ્બરે યોજાશે

કોઈ પણ ભરતીની જાહેરાતની સાથે સિલેબસની પણ જાહેરાત કરી દેવામાં આવે છે. જેથી ઉમેદવારો યોગ્ય રીતે તૈયારી કરી શકે. વિવિધ પરીક્ષામાં જનરલ નોલેજનું પેપર સમાન હોવાથી એકસાથે લેવાશે. આથી ઉમેદવારોનો સમય અને ખર્ચ બચશે.  ભરતી માટે ઉમેદવારો પાસેથી કન્સેન્ટ ફોર્મ લેવાશે, જેથી પરીક્ષાનું આયોજન સામાન્ય થઈ શકે.

હાલમાં GPSCની ઘણી ભરતી પરીક્ષાઓનું પરિણામ બાકી છે. પરંતુ નવી ભરતી નક્કી કરેલા સમયમાં પુરી થાય અને પરીક્ષાનું પરિણામ ઓછા સમયમાં જ આવે તેવાં પગલાં આવનારા સમયમાં પણ લેવાશે. તેમાં ઉમેદવારોની સુવિધાને પણ ધ્યાને લેવાશે.

(2:10 PM IST)