તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
આજે-કાલે ઠંડીનું જોર રહેશેઃ હવામાન ખાતુ
સાયકલોનીક સરકયુલેશનના લીધે વાતાવરણમાં પલટોઃ મકરસંક્રાતિએ પવનનું જોર રહેશે

અમદાવાદઃ હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે.દાસે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આજથી બે ડિગ્રી તાપમાન ઘટશે અને બાદમાં 4 ડિગ્રી સુધી તાપમાન ઘટશે. જે તાપમાન ઘટતા ઠંડી વધશે. તેમજ પૂર્વથી દક્ષિણ પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. તો રાજ્યમાં નલિયામાં સૌથી ઓછું 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
આ સાથે હવામાન વિભાગે અમદાવાદ અને આસપાસ વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે નોંધ્યું છે કે સાયકલોનીક સર્ક્યુલેશનના કારણે વાતાવરણ માં પલટો આવી રહ્યો છે. તો આ સાથે હવામાન વિભાગે 14 જાન્યુઆરીએ ઠંડી સાથે પતંગ રસિયાઓ માટે પવન વાળો માહોલ રહેવાની પણ શકયતા વ્યક્ત કરી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નલિયામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ભુજમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 14.2, ડીસામાં 14.6, અમદાવાદમાં 16.6 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે.
(2:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
