તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
રમત-ગમતના મેદાનમાં બાળકો રમતા થાય તો ચોક્કસપણે મોબાઇલનો ઉપયોગ ઓછો થઇ જશેઃ શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ કહ્યું કે, દ્યાર્થીઓમાં મોબાઈલના કારણે સોશિયલ મીડિયા ખૂબ જ મોટું દુષણ છે. આના પાછળનું કારણ વિદ્યાર્થીઓને વાલીઓ પણ જવાબદાર છે. માતાપિતા વિદ્યાર્થીઓને સરળતાથી મોબાઈલ આપી દે છે. વાલીઓ પણ ઘરે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. જેથી બાળકો પણ મોબાઇલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે.

અમદાવાદઃ એક તરફ લોકોના જીવનમાં મોબાઈલનું સ્થાન સતત વધી રહ્યું છે. આ દરમિયાન હવે બાળકોમાં પણ મોબાઈલના ઉપયોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે. આ દરમિયાન ગુજરાત સરકાર વિદ્યાર્થીઓના મોબાઈલને લઈને એક નવી ગાઈડ લાઈન તૈયાર કરવા જઈ રહ્યું છે. જેને લઈને શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયાએ કહ્યું કે, વિદ્યાર્થીઓમાં મોબાઈલના કારણે સોશિયલ મીડિયા ખૂબ જ મોટું દુષણ છે. આના પાછળનું કારણ વિદ્યાર્થીઓને વાલીઓ પણ જવાબદાર છે. માતાપિતા વિદ્યાર્થીઓને સરળતાથી મોબાઈલ આપી દે છે. વાલીઓ પણ ઘરે સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. જેથી બાળકો પણ મોબાઇલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. પરંતુ આગામી દિવસોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના મોબાઈલને લઈને એક નવી ગાઈડ લાઈન અમે બનાવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ મોબાઇલને ઓછો ઉપયોગ કરી રમતો તરફ આગળ વધે.
પ્રફુલ પાનસુરીયા વાલીઓને વિનંતી કરતાં કહ્યું કે, તમે પણ પોતાના ઘરે જ્યારે બાળકો મોબાઈલ માંગે ત્યારે તેઓને લઈને તમે પોતાના ઘર નીચે જાઓ અને આપણા ગ્રાઉન્ડ પરના રમતો તેમની સાથે રમો. રમત ગમતના મેદાનમાં બાળકો રમતા થાય તો ચોક્કસથી મોબાઇલનો ઓછો ઉપયોગ થઈ જશે. આ થકી જ્યારે વિદ્યાર્થી એક યુવાન બનશે ત્યારે તે શારીરિક અને માનસિક રીતે મજબૂત બનશે. આપણા જીવનમાં ગ્રાઉન્ડ પરની રમતો ખૂબ જ જરૂરી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
