તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
ફ્લાવર શોની નકલી ટિકિટ મામલે થયો ખુલાસો: અસલી ટિકિટમાંથી કેટલીક ટિકિટ ચોરાઈ હતી
ક્રિષ્ના બાઈડિંગમાં કામ કરતા કર્મચારીએ ટિકિટ ચોરી કરી હતી: . કર્મચારી આશિષ ભાવસાર દ્વારા ટિકિટ ચોરી

અમદાવાદ : ફ્લાવર શોની ડુપ્લિકેટ ટિકિટ મામલે મોટો ખુલાસો થવા પામ્યો છે. ફ્લાવર શોની નકલી ટિકિટ છાપવામાં આવી નથી પરંતુ અસલી ટિકિટમાંથી કેટલીક ટિકિટ ચોરાઈ હતી.
ફ્લાવર શોની પાંચ લાખ ટિકિટ છાપવા કોન્ટ્રાક આપવામાં આવ્યો હતો. એઇટિન ક્રિએશનને ટિકિટ છાપવા કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. એઇટીન ક્રિયેશન દ્વારા ટિકિટ બાઈડિંગનું કામ ક્રિષ્ના બાઈડિંગને આપવામાં આવ્યું હતું. ક્રિષ્ના બાઈડિંગમાં કામ કરતા કર્મચારીએ ટિકિટ ચોરી કરી હતી. કર્મચારી આશિષ ભાવસાર દ્વારા ટિકિટ ચોરી કરવામાં આવી હતી. કુલ 70 જેટલી ટિકિટ ચોરી કરવામાં આવી હતી. 70 માંથી 53 જેટલી ટિકિટો ઉપયોગમાં લેવાઈ હતી.
આરોપીએ ચોરેલી ટિકિટ કોને કોને આપી તેની તપાસ શરૂ કરાઈ. કોર્પોરેશન દ્વારા પાંચ લાખ ટિકિટની ગણતરી કરવામાં આવશે. ગણતરી બાદ કેટલી ટિકિટ ચોરી થઈ તેની હકીકત સામે આવશે. સીલપેક બોક્સમાં એએમસીને તમામ ટિકિટો આપવામાં આવી છે
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
