<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

ઉત્તરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ ?: કમોસમી વરસાદ પતંગ રસિકોની મજા બગાડશે?: જાણો પરેશ ગસ્વામીની આગાહી

ઉત્તરાયણના દિવસે જો પવન સાથ આપે તો જ પતંગ રસીકોને પતંગ ચગાવવાની મજા આવે:જાણો ઉત્તરાયણના દિવસે કેવો રહેશે પવન.

અમદાવાદ :ઉત્તરાયણને લઇ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ હવામાનની આગાહી કરી છે. પરેશ ગોસ્વામીના કહેવા પ્રમાણે પતંગ રસીકોને ઉત્તરાયણની મજા પડી જવાની છે. કેમ કે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ કેટલી રહેશે તેના વિશે માહિતી આપી છે. તેમના કહેવા મુજબ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે. તેમણે એમ પણ કહ્યું છે કે સૌરાષ્ટ્રમાં 14 જાન્યુઆરીના દિવસે 20 થી 22 કિલોમીટરની ઝડપે પવન ફુકાશે, જેથી પતંગ રશીકોને પતંગ ચગાવવાની મજા પડી જશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના કહેવા મુજબ આ વખતે ઉત્તરાયણ ઉપર પવન છેલ્લા ચાર વર્ષ કરતા વધુ સારો રહી શકે છે. તેમણે વધુમાં કહ્યું છે કે તાપમાનનો પારો 25થી 30 ડિગ્રી સુધી રહી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલે ચાર દિવસ અગાઉ કહ્યું હતું કે ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ પડી શકે છે અને તમારો પતંગ પલડી શકે છે. ત્યારે હવે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે તમારે ચિંતા કરવાની જરુર નથી. ઉત્તરાયણના દિવસે કોઈ જ કમોસમી વરસાદની શક્યતા નથી.

(5:55 PM IST)