તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
અમરેલીની પાટીદાર યુવતીને ન્યાય અપાવવા સુરતમાં ધરણા:પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મરને મંજૂરી નહીં :ધરણા કાર્યક્રમ માટે કોંગ્રેસ આગેવાનો મક્કમ
પોલીસ પરવાનગી વગર સુરતમાં ધરણા કાર્યક્રમ યોજવા કોંગ્રેસ આગેવાનો અડગ : પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા સુરતમાં ધરણા કરશે

અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અમરેલી ખાતે બે દિવસના ઉપવાસ બાદ કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી અને વીરજીભાઈ ઠુંમર દ્વારા સુરતમાં પાયલ ગોટી ને ન્યાય માટે ધરણા કરવાના હતા આ માટે તેઓએ સુરત પોલીસ કમિશનરને અરજી કરી પરવાનગી માંગી હતી જોકે સુરત નાયબ પોલીસ કમિશનરે આ અંગે મંજૂરી આપી નથી,
દરમિયાન કોંગ્રેસ નેતા વીરજીભાઈ ઠુમરે જણાવ્યું હતું કે અમો ધરણા કાર્યક્રમ યોજશું, આ કાર્યક્રમ માટે અમો મક્કમ છીએ, પાટીદાર યુવતીને ન્યાય અપાવવા અમો ધરણા કાર્યક્રમ કરશું
(7:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
