તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું- એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય લેવાયો
સાંસદ ગેનીબેન ઠાકોરે ધરણા સ્થળની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું : દિયોદરમાં સ્થાનિકોએ ધરણાં કાર્યક્રમ યોજીને બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કર્યો અને ઓગડ જિલ્લાની માગણી કરી

બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને અલગ વાવ-થરાદ જિલ્લો બનાવાની જ્યારથી જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી વિભાજનને લઈને વિરોધ ચાલી રહ્યો છે. દિયોદર અને ધાનેરામાં લોકો બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે દિયોદરમાં સ્થાનિકોએ ધરણાં કાર્યક્રમ યોજીને બનાસકાંઠાના વિભાજનનો વિરોધ કર્યો અને ઓગડ જિલ્લાની માગણી કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે નામ લીધા વગર શંકર ચૌધરી પર પ્રહાર કર્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, એક વ્યક્તિના અહમને લીધે આ નિર્ણય લેવાયો છે. તમામ લોકોનો અભિપ્રાય લીધો હોત તો વિરોધ ન થયો હોત. સાંસદ ગેનીબેન ઠાકોરે ધરણા સ્થળની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યું હતું. ઓગડ જિલ્લા સંકલન સમિતિએ ઓગડને અલગ જિલ્લો જાહેર કરવા અંગે ગેનીબેન ઠાકોરને રજૂઆત કરી હતી.
(9:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
