તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Sunday, 12th January 2025
કેવડિયાના ગણપત તડવી બીજીવાર હાઈ ટેન્શન લાઈન પર ચઢી વિરોધ નોંધાવ્યો
પોતાની સંપાદિત થયેલી જમીનનું વળતરના મળતા ટાવર પર ચઢી વિરોધ નોંધાવતા અસરગ્રસ્તને વળતર આપવાની વાત કરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા બંધ અને SOUના પ્રોજેક્ટોમાં સંપાદિત થયેલ જમીનના વળતર બાબતે કેવડિયા એકતાનગરમાં ટાવર પર ચઢી વિરોધ નોંધાવવાના કિસ્સા વધતા જાય છે. ત્યારે તંત્ર દ્વારા મોબાઈલ ટાવર પર પ્રોટેક્શન કરી દેતા હવે કેવડિયા ગામના ગણપત વસાવા હાઈટેશન લાઈન પર ચઢી વિરોધ નોંધાવ્યો હતો. તંત્ર એ ફરી આશ્વાશન આપી નીચે ઉતાર્યો હતો.
અગાઉ પણ કેવડિયા BSNLના ટાવર પર ચઢી પોતાની માંગણી રજુ કરનાર કેવડિયાના ગણપત તડવીને વહીવટી તંત્રે આશ્વાશન આપી જરૂરી કાગળ રજુ કરવા જણાવ્યું હતું ત્યાર બાદ પોતે બે મહિનાથી ધક્કા ખાઈ કંટાળી ફરી ટાવર ઉપર ચઢી ને વિરોધ કરવા મજબૂર બન્યા હોવાની રજૂઆતનો વિડીયો વાયરલ કરતા કેવડિયા પોલીસને જાણ થતા પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. લગભગ 7વાગ્યાની વાતથી 1 વગ્યા સુધી નીચે સજાવટ કરી ઉતારી દેવતા મામલો થાળે પડ્યો હતો.
આ મામલે નાંદોદ પ્રાંત અધિકારી કિશાનદાન ઘઢવી, એ.એસ.પી. લોકેશ યાદવ સહીત વહીવટી તંત્રની ટીમો ત્યાં પહોંચી હતી. જેમાં ગણપત તડવીનું કહેવું છે કે મારી 42 એકર જમીનનું વળતર આપવામાં આવતું નથી પહેલા જયારે વિરોધ નોંધાવ્યો ત્યારે આશ્વાશન આપી દીધું બાદમાં કચેરીના ધક્કા ખવડાવ્યા એટલે હજુ પણ વળતર નહી મળતા આ વિરોધ નોંધાવવા હાઈ ટેન્શન ની લાઈન પર ચઢી વિરોધ કર્યો હતો. જોકે સરકાર દ્વારા તેનું વળતર મંજુર થઇ ગયું છે અને તેઓ પેઢીનામું અને જમીનના જેટલાના નામો છે તે તમામના સંમતિપત્રો આપે એટલે વળતર મળી જશે તેવી તંત્ર દ્વારા પણ તૈયારી કરી દેવામાં આવી છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
