તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
ઉત્તરાયણ પર્વ પહેલા જ પેચ લડાવતા પતંગ રસિયાઓ:રવિવારે દિવસ દરમિયાન લાઈટોની આવન જાવન :વીજ કમૅચારીઓની દોડધામ વધી
14 જાન્યુઆરીએ ઉત્તરાયણ છે, પરંતુ દર વર્ષની જેમ બે ત્રણ દિવસ એડવાન્સમાં જ પતંગ ઉડાડતા લોકોના પતંગ અને દોરાના કારણે લાઇટની સમસ્યા: બે દિવસ માટે કુલ 18 લાઇન સ્ટાફની 5 ટીમો બનાવાઈ જે પતંગ કે દોરા થી ગયેલી લાઇટ ગણતરીની મિનિટોમાં ચાલુ કરશે

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા સહિત રાજપીપળા શહેરમાં ઉત્તરાયણ પર્વ ને લઈ લોકો પતંગ ઉડાડવા ઉત્સુક છે અને ત્રણ દિવસ પહેલા એટલેકે આજે રવિવારથી જ લોકો પોતાના ધાભા પર પતંગ ચકાવતા હોવાથી રાજપીપળામાં લાઇટની આવન જાવન જોવા મળી હતી અને લાઇટ ચાલુ કરવા માટે વીજ કંપનીની ટીમો કામે લાગતા ગણતરીની મિનિટો માં લાઇટ આવી જતા લોકો હેરાન થયા ન હતા
જોકે હજુ 14 અને 15 જાન્યુઆરીના દિવસે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ માં વધુ પતંગો ઉડશે માટે વીજ કંપની દ્વારા લાઇન મેનોની ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરી લાઇટ જતા જ આ કર્મચારીઓ કામે લાગશે અને લોકો ને ખાસ કોઈ તકલીફ નહી પડે એ માટેનું ધ્યાન રાખશે. આમ રાજપીપળા વીજ કંપની દ્વારા લોકો ને લાઇટ બાબતે કોઈ તકલીફ ના પડે તે માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં વીજ કંપનીના ઇજનેર એસ.આર.પટેલ ના જણાવ્યા મુજબ 14 અને 15 જાન્યુઆરીના બે દિવસ માટે કુલ 18 લાઇન સ્ટાફ ની 5 ટીમો બનાવવામાં આવી છે જે અલગ અલગ વિસ્તારો માં કામગીરી કરશે અને પતંગ કે દોરાથી ગયેલી લાઇટ ગણતરીની મિનિટો માં ચાલુ કરી લોકો ને તકલીફ નહી પડે એ માટે તૈનાત હશે
(10:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
