તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
સુદામડામાં ૧ કરોડની ખનીજચોરી પકડાઈ

વઢવાણ,તા.૧૩ : સાયલા તાલુકામાં કિંમતી ખનીજ જમીનમાં દટાયેલું જોવા મળે છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ નંબરની બ્લેક ટ્રેપ એટલે કે કાળા પથ્થરની ખાણો આવેલી છે. ભૂમાફિયાઓ તંત્રની પરવા વગર ગેરકાયદે ખોદકામ કરતાં જોવા મળે છે. આ બાબતે શુક્રવાર વહેલી સવારે સુરેદ્રનગરમાં ખાણખનીજ તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સુદામડા સીમ જમીનમાં રેડ કરતાં ગેરકાયદે બ્લેક ટ્રેપની ખાણમાં ગેરકાયદે ખનીજ ચોરી થતું હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. જેમાં ખનીજ ચોરી અને મુદ્દામાલ એક કરોડથી વધુ રકમનો અંદાજ જોવા મળી રહ્યો છે.ખનીજ વિભાગના અધિકારી જગદીશભાઈ વાઢેર સહિત કર્મચારીઓએ પથ્થરની ખાણમાં રહેલા એક એક્સેવેટર અને ડમ્પરને ઝડપી લીધા હતા.
સુદામડા સીમ વિસ્તારમાં ખનીજની રેડ થતા ભૂમાફિયાઓમાં દોડધામ મચી હતી. ખનિજ તંત્રની ટીમ દ્વારા સવારે ૭ કલાકથી આ વિસ્તારમાં રેડ કરાતા સાંજના ૫.૩૦ કલાક સુધી એટલે કે અંદાજે સાડાસાત કલાક સુધી તપાસનો ધમધમાટ કરાયો હતો. જીપીએસ દ્વારા ખનિજનુ કેટલુ ખોદકામ અને ચોરી તેમજ માપણી સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત આવી ઘટનામાં પંચરોજકામમાં સરકારી પંચની જરૂરીયાત પડતા પીજીવીસએલ તંત્રને સાથે રાખવામાં આવ્યુ હતુ.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
