તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
સુરત પોલીસ જેલમાં લઇ જાય કે પોલીસ સ્ટેશને, અમારા ધરણા ચાલુ રહેશે : પરેશ ધાનાણી : જુઓ વિડિયો
અમરેલીના લેટરકાંડ મુદ્દે દિકરીને ન્યાય અપાવવા વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતાની આગેવાનીમાં ધરણા શરૂ થાય તે પહેલા પોલીસ દ્વારા અટકાયત

રાજકોટ, તા. ૧૩ : અમરેલીમાં કાંડના ઘેરા પડઘા પડયા છે. આજે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના પૂર્વ નેતા પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં સુરતમાં ધરણા શરૂ થાય તે પહેલા પોલીસે પરેશ ધાનાણી સહિતનાની અટકાયત કરી હતી.
આ અંગે પરેશભાઇ ધાનાણીએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, એક દિકરીને ન્યાય અપાવવાની માંગ સાથે સુરતના માનગઢ ચોકમાં સરદાર વલ્લભભાઇ પટેલના ચરણોમાં વંદન કરીને અમે ધરણા શરૂ કર્યા હતા. ત્યા ગૃહમંત્રી હર્ષ સંઘવીના ઇશારે સુરત પોલીસે અમારી અટકાયત કરી હતી અને સુરતની બજારમાં ફેરવ્યા હતા.
ન્યાયના લડાઇ માટે અમને સુરત પોલીસ જેલમાં લઇ જશે અથવા તો પોલીસ સ્ટેશને લઇ જશે તો પણ અમે અમારા ધરણા ચાલુ રાખીશુ અને ભાજપ સરકાર સામે દિકરીના હિતમાં અવાજ ઉઠાવીશું તેમ પરેશભાઇ ધાનાણીએ જણાવ્યું હતું.
સુરતમાં પરેશ ધાનાણી, વિરજીભાઇ ઠુંમર, પ્રતાપ દુધાત સહિતનાની અટકાયત
અમરેલીઃ અમરેલીની યુવતીને ન્યાય આપવાની માંગ સાથે આજે સુરત ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં પોલીસ દ્વારા પરેશભાઇ ધાનાણી, વિરજીભાઇ ઠુંમર, પ્રતાપભાઇ દુધાત સહિતનાની અટકાયત કરવામાં આવી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
