News of Monday, 13th January 2025
પતંગરસિયાઓ કાલે મોજથી પતંગ ઉડાડજોઃ તા.૧૮ થી ર૦ ઠંડી ગાયબ
વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૧૪ થી ર૦ જાન્યુઆરી સુધીની આગાહી કાલે મકરસંક્રાંતિએ રાજયના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ગતી ૧ર થી ર૦ કિ.મી.ની તો કયારેક ઝાટકાના પવન ફુંકાશે કાલથી ૧૭મી સુધી ન્યુનતમ તાપમાનની રેન્જ ૧૧ થી ૧પ ડીગ્રી વચ્ચે અને તા.૧૮ થી ર૦ પારો ૧૪ થી ૧૮ ડીગ્રી રેન્જમાં પહોચી જશેઃ ઠંડી ગાયબ થઇ ગઇ હોય તેવો અહેસાસ થશે

રાજકોટઃ આવતીકાલે મકરસંક્રાંતિએ મોજથી પતંગ ઉડાડજો. પવનનું જોર રહેશે. પતંગ પ્રેમીઓને મજો મજો પડી જશે. તો વેધરએનાલીસ્ટશ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે કે કાલથી સવારના તાપમાનમાં ક્રમશઃ વધારો થતો જશે. તા.૧૮ થી ર૦ જાન્યુઆરી ઠંડી ગાયબ થઇ ગઇ હોય તેવો અહેસાસ થશે.
તેઓએ જણાવેલ કે ગત અઠવાડીયે તાપમાન વઘઘટ રહેશે તે મુજબ જોવા મળેલ. અમદાવાદ ૧ર.૪(નોર્મલ), અમરેલી ૧૩ (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચુ), રાજકોટ ૧૧ (નોર્મલથી ર ડીગ્રી નીચુ), વડોદરા ૧૩.ર(નોર્મલ), ડીસા ૯.૯ (નોર્મલ નજીક), ભુજ ૧૧.૪ (નોર્મલ નજીક) તાપમાન નોંધાયેલ. હાલ ન્યુનતમ નોર્મલ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય.
વેધરએનાલીસ્ટશ્રી અશોકભાઇ પટેલે તા.૧૪ થી ર૦ જાન્યુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે પવન મુખ્યત્વે ઉતર, ઉતર પુર્વ અને પુર્વ દિશા માંથી ફુંકાશે. આગામી સમયગાળા દરમ્યાન પવનની ઝડપ ૧ર થી ર૦ કિ.મી.ની રહેશે. તા. ૧૪ જાન્યુઆરીના રાજયના મોટા ભાગના વિસ્તારોમાં પવનની ઝડપ ૧ર થી ર૦ કિ.મી.ની રહેશે. જે પતંગ ઉડાડવા માટે સાનુકુળ રહેશે. કયારેક ઝાટકાના પવન પાંચેક કિ.મી.વધુ રહેશે. દિવસના અલગ-અલગ જગ્યા અને સમયે પવનની દિશા ઉતર-પુર્વની રહેશે પરંતુ કયારેક પુર્વ અને ઉતર દિશા માંથી પવન ફુંકાશે.
તા.૧પ જાન્યુ. આસપાસ અંશતઃ વાદળછાયું વાતાવરણ થવાની સંભાવના છે. આગાહીના બાકીના સમયગાળામાં આકાશ મુખ્યત્વે ચોખ્ખુ રહેશે.
સમગ્ર ગુજરાતમાં હાલ નોર્મલ ન્યુનતમ તાપમાન ૧૧ થી ૧૩ ડીગ્રી ગણાય. તા.૧૪ થી ૧૭ જાન્યુઆરી દરમ્યાન ન્યુનતમ તાપમાનમાં ક્રમશઃ એક થી બે ડીગ્રી વધશે. તાપમાનની રેન્જ ૧૧ થી ૧પ ડીગ્રી વચ્ચે રહેશે.
તા.૧૮ થી ર૦ જાન્યુઆરીમાં ન્યુનતમ તાપમાન બે થી ચાર ડીગ્રી વધારે વધવાની ધારણા છે જે ૧૪ થી ૧૮ની રેન્જમાં થવાની શકયતા છે.
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
