<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

શિક્ષણમંત્રી પ્રફુલભાઇ પાનસેરિયાએ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા આપીઃ ઉતિર્ણ થયા

સંશોધન અને ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રે નવી ઉંચાઇઓ હાંસલ કરવા માટે ઉત્‍સુકઃ પ્રફુલ પાનસેરીયાએ ૨૦૦ ગુણમાંથી ૧૨૮ ગુણ સાથે કવોલીફાઇ થયા

સુરત તા.૧૧: ગુજરાત રાજ્‍યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગઇકાલે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં PhD પ્રવેશ પરીક્ષા આપી હતી. શિક્ષણમંત્રી શ્રી પ્રફુલભાઇ પાનસેરીયાએ ૨૦૦ ગુણમાંથી ૧૨૮ ગુણ મેળવી પી.એચ.ડી. માટે કવોલીફાઇ થયા છે. આ મહત્ત્વના પ્રસંગે મંત્રીએ શૈક્ષણિક પ્રગતિ પ્રત્‍યે તેમની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે તેઓ સંશોધન અને ઉચ્‍ચ શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે ઉત્‍સુક છે.

ગુજરાત રાજ્‍યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં રૂરલ સ્‍ટડીઝ વિષય માટે PhD પ્રવેશ પરીક્ષા આપી. આ પરીક્ષામાં ૭૪૬ ઉમેદવાર ઉપસ્‍થિત રહ્યા હતા, જ્‍યારે ૧૨૩ ઉમેદવાર ગેરહાજર રહ્યા હતા. પરીક્ષાના પરિણામ મુજબ, ૩૩૦ ઉમેદવારો ક્‍વોલિફાય થયા છે, જ્‍યારે ૪૧૬ ઉમેદવારો નોટ ક્‍વોલિફાય થયા છે. પ્રવેશ પરીક્ષા દરમિયાન મંત્રીએ વિદ્યાર્થીઓ સાથે વિનિમયતા કરતા જણાવ્‍યું, મારે PhD અભ્‍યાસક્રમ દ્વારા શૈક્ષણિક  ક્ષેત્રે નવી સંશોધનાત્‍મક દ્રષ્ટિ અને ગ્રામીણ વિકાસના વિષય પર ઉંડાણપૂર્વક અભ્‍યાસ કરવાની ઉત્‍સુકતા છે. ‘‘તેમણે યુનિવર્સિટી દ્વારા સંશોધન પ્રોત્‍સાહન અને શિક્ષણમાં ગુણવત્તાવર્ધન માટે કરવામાં આવેલા પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી.

વિશ્વ વિદ્યાલયના કુલપતિએ પાનસેરિયાના આ અભિગમને બિરદાવતા જણાવ્‍યું હતું કે મંત્રીના આ પગલાંથી શૈક્ષણિક ક્ષેત્રમાં નવી પ્રેરણા મળશે અને ખાસ કરીને ગ્રામીણ વિકાસ વિષય પર નવી દિશાઓ મળશે.

(3:48 PM IST)