તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈન પામશે આકાર :ઘાટલોડિયામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કરશે ખાતમુહૂર્ત
ઘાટલોડિયા ખાતે 23,697 ચો.મી. વિસ્તારમાં આકાર પામનાર આ પોલીસ લાઈનમાં 13 માળના 18 ટાવરનું ખાતમુહૂર્ત થશે: કુલ 920 પોલીસ પરિવાર માટે 2-BHK (55 ચોરસ મીટર કારપેટ બાંધકામ) ફ્લેટ તૈયાર થશે

અમદાવાદ : ગુજરાત રાજ્યની સેવા, સુરક્ષા અને શાંતિ માટે તત્પર રહેતા કર્મનિષ્ઠ પોલીસકર્મીઓ માટે રાજ્યમાં સૌથી મોટી પોલીસ લાઈનનું નિર્માણ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. જેનું કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે તારીખ 14 જાન્યુઆરી 2025એ કરવામાં આવશે. મકરસંક્રાતિના રોજ ઘાટલોડિયા ખાતે 23,697 ચો.મી. વિસ્તારમાં આકાર પામનાર આ પોલીસ લાઈનમાં 13 માળના 18 ટાવરનું ખાતમુહૂર્ત થશે. જેમાં કુલ 920 પોલીસ પરિવાર માટે 2-BHK (55 ચોરસ મીટર કારપેટ બાંધકામ) ફ્લેટ તૈયાર થશે. આ પોલીસ લાઈન સાથે આધુનિક પોલીસ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. જેનું સંપૂર્ણ કામ આગામી 27 મહિનામાં પૂર્ણ થશે.
આ રહેણાંક આવાસમાં 920 પરિવારો માટે સુસજ્જ આ 2-BHKમાં ઉત્તમ સુવિધા હશે. પોલીસ લાઈનમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા માટે ગ્રાઉન્ડ ફ્લોર સાથે બે બેઝમેન્ટ પાર્કિંગ પણ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં 930 વાહન સરળતાથી પાર્ક થઈ શકશે. આ પરિવારોને જીવન-જરૂરી સામાન ઘર આંગણે જ મળી રહે તે માટે ટાવરમાં 10 દુકાનો પણ બાંધવામાં આવશે. જ્યાં રોજબરોજની ચીજવસ્તુઓ જેમકે, શાકભાજી, દૂધ તથા તેની બનાવટની અન્ય સામગ્રી, હેર-સલૂન, એ.ટી.એમ., અનાજ દળવાની ઘંટી તથા પોલીસ પરિવારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ભવિષ્યમાં અહીં CPC કેન્ટિન પણ તૈયાર કરવાની વિચારણા છે.
આ સાથે પરિવારોની સુવિધાને ધ્યાને રાખી દરેક બ્લોકમાં 2 લિફ્ટની લગાવવામાં આવશે. પરિવાર ગાર્ડનમાં બેસી આનંદ માણી શકે તે માટે ઓપન ગાર્ડન તૈયાર કરવામાં આવશે. પોલીસ કર્મચારીઓ માટે નિર્માણ પામવા જઈ રહેલ 13 માળના આ 18 ટાવરમાં પ્રાથમિક સુવિધાઓ જેમ કે, રસોડું, એક અટેચ અને એક કોમન ટોઇલેટ તથા અન્ય સુવિધાઓ સાથે ફર્નિશ્ડ તૈયાર થયા બાદ પોલીસ પરિવારને તેનું પઝેશન અપાશે. જેનો અંદાજીત ખર્ચ 242 કરોડ થશે.
રાજ્યની સૌથી મોટી પોલીસ લાઈનની વિશેષતા છે ઈનબિલ્ડ પોલીસ સ્ટેશન, જે 18 બ્લોકમાંથી એક બ્લોકના 2 માળને પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવામાં આવશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ખાતમુહૂર્ત થનાર છે. આ પોલીસ સ્ટેશન 11500.72 ચો.મી.ના વિસ્તારમાં નિર્માણ પામશે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પોલીસ સ્ટેશન માટે વાહન પાર્કિંગ અને મુદ્દામાલ રૂમ તૈયાર કરાશે. પહેલા માળે પોલીસ ઇન્સ્પેકટરની ચેમ્બર, PSO સહીત જગ્યા ફાળવવામાં આવશે. આ પોલીસ સ્ટેશનમાં તમામ પ્રાથમિક જરૂરિયાતો સાથે ફાયર સેફ્ટી અને શહેરીજનોની અવરજવર માટે લિફ્ટની સુવિધા પણ ઉભી કરવામાં આવશે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
