તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th January 2025
રેલવે સ્ટેશનમાં પ્રવેશવા માટે આઈકાર્ડ ફરજીયાત હોવાનું કહી ઠગાઈ આચરતા બે આરોપી ઝડપાયા
મુસાફરોને રેલવે સ્ટેશન અંદર જવા કાર્ડ બનાવવુ જરૂરી છે, કાર્ડ નહીં હોય તો પોલીસ પકડી લેશે તેવી બીક બતાવી એટીએમ કાર્ડ તેમજ તેનો પીન અને મોબાઈલ ફોન મેળવી કાર્ડ બનાવી આપવાનું કહી એટીએમમાં જઈ પૈસા ઉપાડી ફરાર થઈ જતા

અમદાવાદનાં સાબરમતી રેલવે સ્ટેશન બહાર અન્ય રાજ્યનાં મુસાફરોને વાતોમાં ફસાવી રેલવે સ્ટેશનમાં પ્રવેશવા માટે સ્માર્ટકાર્ડ બનાવવાનુ ફરજીયાત હોવાનું કહી ઠગાઈ આચરનાર ટોળકીનાં બે શખ્સો ઝડપાયા છે. આરોપીઓ મુસાફરોને રેલવે સ્ટેશન અંદર જવા માટે એક કાર્ડ બનાવવુ જરૂરી છે, અને કાર્ડ નહીં હોય તો પોલીસ પકડી લેશે તેવી બીક બતાવી મુસાફરનું એટીએમ કાર્ડ તેમજ તેનો પીન અને મોબાઈલ ફોન મેળવી કાર્ડ બનાવી આપવાનું કહી એટીએમમાં જઈ પૈસા ઉપાડી ફરાર થઈ જતા હતા.
આ મામલે ઝોન 2 એલસીબીએ મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓની સાથે ગુનામાં સામેલ સોનું મીણા નામનો મુખ્ય એક આરોપી સામેલ છે જે ફરાર છે. આરોપીઓ સાબરમતી વિસ્તારમાં ધર્મનગર રેલવે સ્ટેશન આગળથી એક પેસેન્જરને આ રીતે ફસાવી એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન મેળવી ફરાર થઈ ગયા હતા. જેને લઈને ગુનો નોંધાતા એલસીબીએ આ આરોપીઓને પકડી પાડ્યા છે.
તેવામાં આ આરોપીઓએ અમદાવાદ, સુરત અને વાપીમાં આ પ્રકારે ઠગાઈ આચરી હોવાનું તપાસમા ખુલ્યું છે. આરોપીઓ પાસેથી સોનાની વીંટી, 32,500 રોકડ, 3 મોબાઈલ જપ્ત કરાયા છે. અને વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ઝડપાયેલા આરોપીમાં મહાવીર કુશવાહ મધ્યપ્રદેશનાં ભીંડનો વતની છે અને હાલ અમદાવાદનાં સોલામા ચાંદલોડિયા ખાતે રહે છે, જ્યારે જયંતિ પ્રજાપતિ રાજસ્થાનનાં ઝાલોદનો વતની છે અને હાલ સરસપુર રહે છે.
અમદાવાદનાં સાબરમતી રેલવે સ્ટેશન બહાર અન્ય રાજ્યનાં મુસાફરોને સ્માર્ટકાર્ડ બનાવવાનુ કહી ઠગાઈ આચરનાર બે શખ્સો ઝડપાયા છે. આરોપીઓ મુસાફરોને રેલવે સ્ટેશન અંદર જવા માટે એક કાર્ડ બનાવવુ જરૂરી છે, અને કાર્ડ નહીં હોય તો પોલીસ પકડી લેશે તેવી બીક બતાવી મુસાફરનું એટીએમ કાર્ડ તેમજ તેનો પીન અને મોબાઈલ ફોન મેળવી કાર્ડ બનાવી આપવાનું કહી એટીએમમાં જઈ પૈસા ઉપાડી ફરાર થઈ જતા હતા. આ મામલે ઝોન 2 એલસીબીએ મહાવીર કુશવાહ અને જયંતિ પ્રજાપતિ નામના આરોપીની ધરપકડ કરી છે.
આરોપીઓની તપાસમાં તેઓએ કબૂલાત કરી હતી કે પહેલા જાન્યુઆરી 2024 નાં રોજ વાપી રેલવે સ્ટેશન ખાતેથી એક મુસાફર પાસેથી આ રીતે ઠગાઈ આચરી 10 હજાર મેળવ્યા હતા અને 20 દિવસ પહેલા સુરત રેલવે સ્ટેશન પર 7 હજાર રૂપિયા એક પેસેન્જરને ફસાવી પડાવી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં જયંતિ પ્રજાપતિ અગાઉ માધુપુરામાં ઠગાઈનાં ગુનામાં ઝડપાઈ ચુક્યો છે. જેથી પોલીસે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી છે.
(7:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
