<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

ડેડીયાપાડાના મેડિયાસાગ પાસેથી રોયલ્ટી વગરની બ્લેક ટ્રેપ ભરેલી ત્રણ ટ્રકો ખાણખનીજ વિભાગે ઝડપી પાડી

સુરતના એક જ વેપારીની ત્રણેય ટ્રકો હોવાની માહિતી મળતા 45 લાખનો મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના મેડિયાસાગ ગામ પાસે નર્મદા ખાણખનીજ વિભાગ ની ટીમે ચેકિંગમાં કરતા ત્યાથી રોયલ્ટી વગરની બ્લેક ટ્રેપ ભરેલી ત્રણ ટ્રકો ઝડપી પાડી હતી, જેમાં સુરતના એક જ વેપારીની ત્રણેય ટ્રકો હોવાની માહિતી મળતા 45 લાખ ના મુદ્દામાલ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

   રેતી ખનન અને બ્લેક ટ્રેપ ની ચોરીની રાયલ્ટી વગર દોડતી ગાડીઓ ની માહિતી મળતા નર્મદા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી જે.કે.ગોર ની સૂચનાથી નર્મદા ખાણખનીજ વિભાગની ટીમ માઇન્સ સુપરવાઈઝર રવિ મોરી સાથે ચેકીંગ કરતા ડેડીયાપાડા સાગબારા રોડ પર મીડિયાસાગ ગામ પાસે થી ત્રણ ટ્રકો જતી હતી જેને અટકાવી પૂછપરછ કરતા તેમની પાસે કોઈ રોયલી ન હતી અને હાઇવા ટ્રક જેમાં કપચી ભરી તે સુરત તરફ જતી હતી ત્યારે આ ટ્રકોને અટકાવી ડ્રાઈવરો ની પુછરછ કરતા અને અને આર.સી.બુક જોતા સુરતના ચંપક પરમાર નામની આ ત્રણેય ટ્રકો હોવાનું જાણવા મળતા ખાણખનીજ વિભાગે ત્રણેય ટ્રકો ઝડપી ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ટ્રકો સોંપી કાયદેસરની કાર્યવાહી કરી છે.
  આ બાબતે માઇન્સ સુપરવાઈઝર રવિ મોરી એ જણાવ્યું હતું કે મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ગોર ની સૂચનાથી ચેકીંગ કરવામાં આવી રહ્યું હતું તેમાં ડેડીયાપાડા રોડ પરથી ત્રણ હાઇવા ટ્રક ઝડપાઇ જે રોયલ્ટી વગરની હતી જેમાં GJ 19 Y 7842 નંબરની ટ્રક માં 32.885 મેટ્રિક ટન કપચી હતી. જયારે બીજી ટ્રક GJ 19 Y 9997 માં 33.170 મેટ્રિક ટન કપચી હતી.ત્રીજી ટ્રક GJ 19 Y 8142 નંબરની ટ્રક માં 31.380 મેટ્રિક ટન કપચી ભરેલી હતી. ટ્રકો સાથે કુલ 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરતના ચંપક પરમાર નામના વ્યક્તિની ની આ ટ્રકો હોવાનું હાલ માલુમ પડ્યું છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(11:46 PM IST)