News of Tuesday, 14th January 2025
રાજપીપળા એસપી કચેરી સામે આવેલ આદિત્ય બંગ્લોઝમાંથી આધેડ મહિલા ગુમ
વહેલી સવારે કોઈને કઈ કહ્યા વિના નિકળ્યા હતા જેઓ પરત નહી આવતા શોધખોળ બાદ ક્યાંયે નહી મળ્યા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજપીપળા શહેરમાં આવેલ એસપી કચેરી સામેના આદિત્ય બંગલોઝ માં રહેતા એક આધેડ મહિલા ઘરમાં કોઈને કંઈપણ કહ્યા વિના ક્યાંક જતા રહેતા તેમના જમાઈએ પોલીસમાં જાણ કરી છે
સ્વામીશરણ નગીનભાઇ પટેલ(એડવોકેટ) (રહે-૨૮ આદિત્ય બંગ્લોઝ એસ.પી.ઓફિસની સામે, રાજપીપળા) નાઓ એ પોલીસમાં જાણ કર્યા મુજબ તેમના સાસુ રક્ષાબેન ગોરધનભાઈ પટેલ (ઉ.વ.૬૩ )(રહે-૨૮ આદિત્ય બંગ્લોઝ. ) તા-૧૧/૦૧/૨૦૨૫ ના સવારે ૦૫/૪૬ વાગ્યાના અરસામાં ઘર ના કોઈને કઈ કહ્યા વિના નિકળ્યા હતા તેઓ પરત ઘરે નહી આવતા ઘણી શોધખોળ કરી પરંતુ તેમનો ક્યાંયે પત્તો નહી લાગતા રાજપીપળા પોલીસે તેમની તપાસ હાથ ધરી છે. જાણ કરનાર સ્વામીશરણ પટેલ ના જણાવ્યા મુજબ તેમના ગુમ થયેલા સાસુ તેમની સાથે રહેતા હતા અને ક્યારેક સોસાયટી માં ચાલવા જતા હતા માટે ચાલવા ગયા બાદ ક્યાંક જતા રહ્યા એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
