તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th January 2025
નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં પારુલ યુનિવર્સિટીનો આર્યન પાટીલ બ્રોન્ઝ મેડલ વિજેતા

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નિહોન સોટોકેન કરાટે એસોસિએશન દ્વારા તારીખ 12 જાન્યુઆરી 2025 ના રોજ યુગપુરુષ સ્વામી વિવેકાનંદ ઇન્ડોર સ્ટેડિયમ આણંદ ખાતે 14th નેશનલ સોટોકેન કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નેશનલ કરાટે સ્પર્ધા માં પારુલ યુનિવર્સિટીની પારુલ પોલિટેક ઇન્સ્ટિટયૂટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો આર્યન કલ્પેશ પાટીલએ ઓપન કેટેગરીમાં ભાગ લઈ તેમાં ફાઈટ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ વિજેતા બન્યો છે, આમ આર્યન પાટીલે મેડલ જીતી પારુલ યુનિવર્સિટીને સન્માન અપાવ્યું છે. આર્યન પાટીલ કરાટે ની તાલીમ પ્રતીક સર તથા અનુપ સર પાસે લે છે. ગયા મહિને પણ આર્યને સંસદ કરાટે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવેલ હતો
(12:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
