તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th January 2025
નર્મદા જિલ્લામાં ૧૮મી જાન્યુઆરી એ નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે
આ બેઠકમાં પુરવઠા વિભાગમાં લોકોને પડતી મુશ્કેલી બાબતે કલેક્ટર કડક સૂચના આપે તેવી લોકલાગણી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લા કલેકટર એસ. કે. મોદીની અધ્યક્ષતામાં તા.૧૮ મી જાન્યુઆરીના ને શનિવારના રોજ બપોરે ૧૨.૩૦ કલાકે કલેકટર કચેરીના, કોન્ફરન્સ હોલમાં નર્મદા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે.
આ બેઠકમાં પુરવઠા અંગે નિયમિત્તા અને તપાસણી, જિલ્લા/તાલુકાવાર યોજનાવાર રેશનકાર્ડ, જાહેર વિતરણ યોજના હેઠળ નર્મદા જિલ્લામાં થયેલું વિતરણ, મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીઓની કચેરી નર્મદા દ્વારા કરવામાં આવેલી કામગીરી, ડેઝીન્ગ્રેટેડ ઓફિસર ખોરાક અને ઔષધિ નિયમનતંત્ર ભરૂચ તરફ્થી ફુડ સેફ્ટી એંન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કરવામાં આવેલ કામગીરી, ગ્રાહક સુરક્ષાના કેસોની સમીક્ષા કરવામાં આવશે.
બોક્ષ : આવી બેઠક માં પુરવઠા વિભાગ દ્વારા લોકો ને પડતી તકલીફ અને રેશનકાર્ડ સંચાલકો ને અપાતા અનાજમાં ઘટ આવતી હોવા બાબતે નર્મદા કલેક્ટર ખાસ ધ્યાન આપી લાગતા વળગતા અધિકારીઓ ને કડક સૂચના આપી વર્ષો ની આ બદી દૂર થાય તેવા પગલાં લે તેવી લોકલાગણી છે
(12:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
