તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th January 2025
અમદાવાદના બોપલ પોલીસ મથકે ઘાટલોડિયાના બે વ્યાજખોર સામે ફરિયાદ: બંને આરોપીની ધરપકડ
ધંધામાં રોકાણના નામે વ્યાજખોરોએ રૂપિયા 67.09 લાખ આપ્યા જેની સામે 1.33 કરોડ લીધા બાદ પણ કડક ઉઘરાણી કરતા : કોરા ચેકમા તેમજ ગીરો ખતમાં સહી કરાવી લીધી જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતા

અમદાવાદના બોપલમાં બે વ્યાજખોર સામે ગુનો નોંધાયો છે. પ્લાસ્ટીકની બોટલ બનાવતા વેપારીએ વ્યાજખોરના ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે. ધંધામાં રોકાણના નામે વ્યાજખોરોએ રૂપિયા 67.09 લાખ આપ્યા હતા. જેની સામે 1.33 કરોડ લીધા બાદ પણ કડક ઉઘરાણી કરતા હતા. ફરિયાદી પાસેથી કોરા ચેકમા તેમજ ગીરો ખતમાં સહી કરાવી લીધી હતી. જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતા અંતે ફરિયાદ કરવામાં આવી. ઘાટલોડિયાનાં અલ્પેશ પટેલ, ધવલ પટેલ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોપલ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી છે.
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
