તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 14th January 2025
અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં ડિલિવરી બોયનું મોત
સ્કૂટરને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિજનોનો આક્ષેપ છે

અમદાવાદ,તા. ૧૪,શહેરના શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જ્યાં અજાણ્યા કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો હતો.
આ ગંભીર અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલા ૨૬ વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું. અમદાવાદઃ શહેરના શેલા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. જ્યાં અજાણ્યા કાર ચાલકે ડિલિવરી બોયને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં મોપેડ પર જઈ રહેલા ૨૬ વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, રવિવારે રાત્રે ૧૧થી ૧૨ વાગ્યા વચ્ચે અકસ્માત થયો હતો. સ્કૂટરને ટક્કર મારી કાર ચાલક ફરાર થઈ ગયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિજનોનો આક્ષેપ છે. અકસ્માતમાં કાર ચાલકે મોપેડને ટક્કર મારતા સાફ્ફાન બિયાવરવાલાનું મોત નીપજ્યું છે.
હાલ યુવકના મૃતદેહને પીએમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પૂરપાડ ઝડપે જઈ રહેલી થાર કારે ટક્કર મારી હોવાનો પરિજનોનો આક્ષેપ છે. GJ૦૧WS૧૭૯૧ નંબરની કારે ટક્કર મારી હોવાનો પરિજનોનો આક્ષેપ છે.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
