<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

તરસાલીમાં વિદેશી શરાબના વેપલા પર SMCના દરોડઃ નિવૃત પોલીસ પુત્ર સહીત ચાર આરોપી ઓની ઝડપી લેવાયા

SMCએ રેડ કરી આશરે 15થી વધુ વિદેશી શરાબની પેટીઓ, 2 કાર અને 3 ટ્રુ વ્હીલર મળી લાખોની કિંમતની માલમત્તા કબ્જે કરી સ્થળ પરથી ચાર ઈસમોની અટકાયત કરી

વડોદરાઃ  ઉતરાયણના પર્વે દારૂના રસિકોને દારૂ પીરસવાના બૂટલેગરના પ્લાનને સ્ટેટ મોનિટરિંગ સેલની ચોપટ કરી દીધો છે. SMCએ રેડ કરી આશરે 15થી વધુ વિદેશી શરાબની પેટીઓ, 2 કાર અને 3 ટ્રુ વ્હીલર મળી લાખોની કિંમતની માલમત્તા કબ્જે કરી સ્થળ પરથી ચાર ઈસમોની અટકાયત કરી વધુ કાર્યવાહી માટે મકરપુરા પોલીસને સોંપવામાં આવ્યા છે.

ઉતરાયણ પૂર્વે ફરી એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલ એક્શનમાં આવ્યું છે. વડોદરા શહેરમાં ઉતરાયણ દરમિયાન બુટલેગરો બહારથી વિદેશી શરાબનો જથ્થો મંગાવીને તેનો સંગ્રહ કરતા હોય છે. ત્યારે વડોદરામાં એક બુટલેગરે શરાબનો જથ્થો મંગાવી તરસાલી વિસ્તારમાં સંતાડી રાખ્યો હોવાની ચોક્કસ માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા SMCની ટીમે સ્થળ પર રેડ કરતા દારૂનું કટિંગ કરી રહેલા બુટલેગરના સાગરીતોમાં નાસભાગ મચી ગઇ હતી.

જોકે SMCએ કોર્ડન કરી સ્થળ ઉપરથી 4 ઈસમોને નાસી છૂટે તે પહેલાં જ દબોચી લીધા હતા. બાદમાં સ્થળ પર મુકેલી ગાડીઓમાં તપાસ કરતા આશરે 15 પેટી ઉપરાંત વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. SMCએ કાર, 2થી વધુ ટ્રુ વ્હીલર સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાના તરસાલીમાં ખુલ્લેઆમ વિદેશી શરાબનો વેપલો થતો હતો. જોકે, આ વેપલા પર SMCની ટીમે રેડ કરતા મકરપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. SMCએ પકડેલ આરોપી સહિતનો મુદ્દામાલ મકરપુરા પોલીસ મથકે સુપરત કરી આગળની કાર્યવાહી હાથધરી છે.

(11:02 AM IST)